જાણો દેવકીના આ સંતાનોએ પૂર્વ જન્મમાં એવું તો શું પાપ કર્યું કે જન્મની સાથે જ મૃત્યુ થયું.

દેવકી વાસુદેવની પત્ની અને કંસની બહેન હતી. જયારે કંસ અને દેવકી ના લગ્ન થયા ત્યારે આ આકાશવાણી થઇ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો કાળ બનશે. આ સાંભળીને કંસ દેવકીને મારવા માટે પ્રસ્તુત થઇ ગયો પરંતુ વાસુદેવ એ કંસને આ વચન દીધું કે તે એના બધા પુત્રને એને સોપી દેશે. આ સાંભળીને કંસ દેવકીને ન મારવા માટે માની ગયો અને પછી કંસ એ દેવકી અને વાસુદેવને બાંધીને એક રૂમમાં નાખી દીધા.

એ બંદીગૃહમાં જયારે દેવકી અને વાસુદેવ ના પહેલા સંતાન થયો તો કંસ ને એની બહેન ના સંતાન પર દયા આવી ગઈ અને એણે વિચાર્યું કે હું આને મારીને શું કરું. મારો કાળ તો દેવકી ના આઠમાં સંતાન છે. હું એ આઠમાં સંતાન ને જ મારીશ પરંતુ એ સમયે નારદજી આવી ગયા અને નારદજી એ કંસને કહ્યું કંસ તું બુદ્ધિમાન છે અને નીતિને જાણકાર છો તો પણ તમે તમારા શત્રુ ને જીવિત છોડી રહ્યો છો.

ત્યાં સ્વર્ગમાં દેવતા એ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે નારાયણ દેવકીના ગર્ભ માંથી જન્મ લે અને તમને મારી નાખે અને તું વાસુદેવ અને દેવકીના પુત્રને જીવિત શું કામ છોડી રહ્યો છો. કંસએ આ સાંભળીને કહ્યું કે પરંતુ ભવિષ્યવાણી તો દેવકીના આઠમાં પુત્રના વિષય માં થઇ છે. આ સાંભળીને નારદજી એ કહ્યું તમે દેવતાઓને જાણતો નથી. લગભગ તે આકાશવાણી તમને ઉછાળવા માટે કરી હોય. કદાચ નારાયણ દેવકીના ક્યાં પુત્રના રૂપમાં આવી જાય અને તમારું વધ કરી નાખે એ માટે તમારે તમારા નાના દુશ્મનને સમાપ્ત કરવાની જરૂર છે.

આ સાંભળીને કંસને નારદજીની વાત યોગ્ય લાગી અને એને દેવકીના સંતાનની હત્યા કરી નાખી. આ પ્રકારે એને એક પછી એક દેવકીના છ સંતાનોની હત્યા કરી નાખી. હવે આ બધું કંસ એ નારદજી એ ઉશ્કેરવા પર કર્યું. હવે સવાલ તે ઉઠે છે કે નારદજીને એક ઋષિ છે જે ક્યારેય કોઈનું ખોટું નથી વિચારતા અને નાના બાળકોને મરાવી નાખવા ના પાપ ને તો ક્યારેય નહિ કરે તો પછી એણે કંસને કેમ ઉશ્કેરાવ્યો અને કેમ દેવકીના છ પુત્ર જન્મ લેતા જ મૃત્યુને પ્રાપ્ત થઇ ગયા.

દેવીભાગવત પુરાણ અનુસાર નારદજીએ આ કાર્ય યુગોથી પાતાળ લોકમાં સુતા પહેલા દેવતા અને પછી શ્રાપના કારણે દેત્ય બન્યા એના ભત્રીજાની મુક્તિ માટે કર્યું હતું. આ છ પુત્ર પૂર્વજન્મમાં બ્રહમાના માનસપુત્ર મરીચિના પુત્ર હતા. એની જેમ નારદજી પણ બ્રહ્માના માનસ પુત્ર છે. એક વાર કોઈ કારણથી તે છ મરીચિના પુત્ર બ્રહ્માજીની કોઈ વાત પર હસી પડ્યા. જેનાથી બ્રહ્માજી ગુસ્સે થઇ ગયા અને એને દેત્ય બનીને જન્મ લેવાનો શ્રાપ દીધો.

આ પ્રમાણે એક સમયે જે દેવતા હતા તે સંયોગ વશ દેત્યરાજ હિરણ્યકશિપુના પુત્ર થઇ ગયા. તે ભલે દેત્ય બનીને પ્રકટ થયા પરંતુ એને એના પૂર્વજન્મની બધી વાતો યાદ હતી એટલા માટે તે આ જન્મમાં સાવધાની પૂર્વક એના પિતા દેત્યરાજ હિરણ્ય કશિપુના પાપ કામથી દુર રહેતા હતા. આ જ પ્રમાણે તે છ લોકો એ તે દેહ પણ ત્યાગ કરી દીધો અને બીજીવાર હિરણ્યકશિપુના સેનાનાયક કાલનેમીના પુત્ર રૂપમાં ફરીથી દેત્ય બનીને જન્મ્યા. બે જન્મની ઉપરાંત પણ તે દેત્યને દેત્ય જ રહ્યા. એલા માટે એણે બ્રહ્માજીની તપસ્યાનું મન બનાવી લીધું જેનાથી એનો ઉદ્ધાર થઇ શકે.

બીજી તરફ હિરણ્યક શિપુ નું રાજ્ય ત્રણેય લોકો પર હજુસુધી બન્યું હતું.તે બ્રહ્મા ના વરદાન ના કારણે લગભગ અમર જ થઇ ગયા એટલા માટે તે સ્વયં પોતે જ ઈશ્વર માનતા હતા અને એનો આ આદેશ હતો કે બધા એને છોડીને બીજા કોઈની પૂજા ન કરે. જાણતા હોવા છતાં પણ હિરણ્યકશિપુ ના આદેશ ને ટાળી શકતા નહી કાલનેમી ના આ છ પુત્રો એ બ્રહ્માજી ની તપસ્યા કરી અને એણે પૂર્વજન્મ માં કરેલા વર્તાવ ની ક્ષમા માંગીને બ્રહ્માજી ને પ્રસન્ન કરી દીધા.એનાથી બ્રહ્માજી પ્રસન્ન થઇ ગયા અને એને આ વરદાન દઈ દીધું કે પૃથ્વી પર એને કોઈ પણ દેવ, દાનવ અથવા અસહાય મારી શકશે નહિ.

જયારે હિરણ્યકશિપુ ને ખબર પડી કે એક સમય માં તેને છ પુત્ર હતા અને હવે તે એને એના સેનાનાયક ના પુત્ર બનાવી પ્રકટ થયા છે તે એની જ આજ્ઞા ની અવગણના કરી રહ્યા છે તો તે ક્રોધિત થઇ ગયા પરંતુ બ્રહ્મા ના વરદાન ને કારણે તે કાલનેમી પુત્રો ને મરી શકતા ન હતા એટલા માટે એણે કાલનેમી ના એ છ પુત્રો ને આ શ્રાપ આપી દીધો કે હવે તમે લોકો અહિયાથી પાતાળ લોક માં પડી જાવ અને ત્યાં યુગો સુધી સુતા રહો અને દ્વાપર એ દેવકી ના ગર્ભ થી જન્મ લો.એ સમયે તમારા પિતા કાલનેમી જ કંસ બનીને તમને જન્મ લેતા જ મરી નાખશે.

આ પ્રમાણે મરીચિ ના છ પુત્ર યુગો થી પહેલા બ્રહ્માજી એ શ્રાપ ના કારણે દેત્ય બન્યા અને પછી હિરણ્યકશિપુ ના શ્રાપ ના કારણે પાતાળલોક માં નિંદ્રા ને આધારે બન્યા એની મુક્તિ માટે એ ખુબ જ આવશ્યક હતું કે કંસ ના હાથે એની હત્યા થાય.એના પછી જ તે એના પહેલા જન્મ ની જેમ દિવ્ય સ્વરૂપ ધારણ કરી શકતા હતા.અને નારદજી એના ભાઈ મરીચિ ને આ છ પુત્રો ને મુક્તિ આપવા માંગતા હતા એટલે જ એણે કંસ ને ઉશ્કેરાવ્યો અને કંસ એ પોતાના જ પૂર્વજોના પુત્રોને મારી નાખ્યા, જે એક વાર દેવકીના ગર્ભાશયમાંથી જન્મેલા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer