આઝાદીના આટલા દાયકાઓ પછી સમગ્ર વિશ્વનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો છે. વિશ્વ ભારત તરફ ગૌરવ અને અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. વિશ્વ ભારતની ધરતી પર સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યું છે.. ત્યારે ભારત દેશને શરમ આવે એવી એક ઘટના સામે આવી છે..
આઝાદી પછી ભારતમાં ઘણા એવા લોકો છે કે જે લોકો ભારતમાં તો રહે છે પરંતુ પાકિસ્તાનને પોતાના મિત્ર માને છે.. આજે 15મી ઓગસ્ટ હોવા છતાં હર ઘર તિરંગા મિશનને પૂર્ણ કરવા માટે તેમજ આઝાદીનું મહોત્સવ મનાવવા માટે લોકોએ ઘરે ઘરે તિરંગા લહેરાવ્યા હતા. પરંતુ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આપણા ભારત દેશને શરમાવે તેવી એક ઘટના સામે આવે છે. ત્યાંના લોકોએ પાકિસ્તાનનો ઝંડો પોતાના ઘર ઉપર ફરકાવ્યો હતો. આ ઘટના પાછળ શાહનાઝ છે બીજું કોઈ નહીં..
આ ઘટના પાછળ જે ઘરે પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો તે ઘરના સભ્યો પણ સામેલ હતા. પાકિસ્તાનનો ઝંડો જોઈને ઉત્તર પ્રદેશની પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને પાકિસ્તાનના ઝંડાને ઉતારી લેવામાં આવ્યો હતો. આ ઝંડો લગાવવા માટે જે લોકો સામેલ હતા તેમનું નામ સલમાન અને રફીક છે.
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ લોકોને ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઉપર કેસ મૂકવામાં આવ્યો છે. ત્યાંના લોકોનું કહેવું છે કે અમે પાકિસ્તાનનો ઝંડો લગાવવાની ના પાડી છતાં પણ અમુક છોકરાઓ આવીને પાકિસ્તાની ઝંડો લગાવી ગયા. પરંતુ સત્ય હકીકત તો એ જ છે કે આખું ઘર પાકિસ્તાનનો ઝંડો લગાવવા માટે સામેલ હતો.
પોલીસે આ બે યુવક સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે સ્વતંત્રતા દિવસે પાકિસ્તાનનો ઝંડો કેમ લગાવવામાં આવ્યો તેની શોધખોળ અને પૂછપરછ પણ ચાલુ છે.