ઘણા વર્ષો પછી ધનુ રાશિમાં ગુરૂનો પ્રવેશ, આ 7 રાશિઓનાં આવશે સારા દિવસો

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. દરેક લોકોનું જીવન રાશી પર આધાર રાખે છે. ગુરૂ એક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. ઘણા વર્ષના લાંબા ગાળા બાદ પોતાની રાશિ ધનુમાં ગુરૂ પ્રવેશ કરી રહ્યો છે. 5 નવેમ્બરે ગુરૂ સવારે 5 કલાક અને 20 મિનિટે પોતા્ની રાશિ ધનુમાં ભ્રમણ કરશે. પોતાની રાશિમાં ગુરૂ આવતા 2020 ના માર્ચ મહિના સુધી રહેશે. આ રાશિમાં ગુરૂનું સ્વાગત બે પાપી ગ્રહ કેતુ અને શનિ કરશે. શનિ અને કેતુની સાથે ગુરૂનો આ સંયોગ શુભ નથી, આમ છતા આ ગોચનો ફાયદો અને લાભ કેટલીક રાશિઓને મળશે. ચાલો જાણી લઈએ કઈ 7 રાશિઓ પર ગુરૂ થશે મહેરબાન.

કુંભ રાશિ
તમારી રાશિમાં ગુરૂનું ગોચર અગિયારમાં ભાવમા થઈ રહ્યુ છે જે શુભ ફળ આપશે. નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે. પૈતૃક સંપત્તિમાં લાભ મળશે.

મીન રાશિ
તમારી રાશિમાં ગુરૂનો સંચાર કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. નોકરીમાં પ્રભાવ વધશે. વેપારમાં પ્રગત્તિ કરી શકશો. ઘરમાં સુખ શાંતિ માટે સમજદારી પૂર્વક કામ કરજો.

મેષ રાશિ
તમારી રાશિમાં નવમાં સ્થાનમાં ગુરૂનું ગોચર થઈ રહ્યુ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂનો નવમાં સ્થાનમાં સંચાર શુભ માનવામાં આવે છે. તમારી રાશિમાં ભાગ્ય સ્થાનમાં ગુરૂનો સંચાર બળ પ્રદાન કરશે, કિસ્મતનો સાથ મળશે. તબિયત સુધરશે. અટકેલા કામ થઈ જશે. તમારા સામાજિક-વ્યાવસાયિક માર્ગમાં રુકાવટ હશે તો દૂર થતી જણાય. ધીરજનાં ફળ મીઠાં સમજવા.

વૃષભ રાશિ
પ્રયાસો કરીને થાકશો તો જ કદાચ કર્મફળ હાથમાં આવતું લાગે. સમય વેડફાય નહીં તે જોજો.

વૃશ્ચિક રાશિ
તમારા માટે ગુરૂનું આ ગોચર બીજા સ્થાનમાં છે. મિત્ર અને સગા સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક રોકાણ માટે સારો સમય છે. ધાર્મિક કાર્યમાં રસ રૂચિ વધશે. વેપારમાં પ્રગત્તિ થશે.

મિથુન રાશિ
લાગણીઓ કરતાં બુદ્ધિબળ ઉપયોગી જણાશે. આર્થિક આયોજન જરૃરી સમજજો. કચકચથી દૂર રહેજો.

ધનુ રાશિ
5 નવેમ્બરથી 30 માર્ચ સુધી આ ગોચર તમારી રાશિમાં થશે. આ ગોચર તમને મિશ્ર ફળ આપશે. આ સમય તમે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે સક્રિય થઈ શકશો. જવાબદારીઓ વધશે.

સિંહ રાશિ
ધનુ રાશિમાં ગુરૂનું ગોચર તમારી રાશિમાં પાંચમા ભાવમાં થશે. ગુરૂનુ આ ગોચર શિક્ષા અને કેરિયરમાં તમને ભાગ્યશાળી બનાવશે. નવી ઉંચાઈ અને સફળતા મેળવી શકશો. સામાજીક કાર્યમાં રસ વધશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer