આ જગ્યાએ ક્યારેક ભગવાન શ્રી રામે કર્યો હતો યજ્ઞ, આજે છે ભૂતો નો અડ્ડો

ભારત દેશને દેવતાઓની ભૂમિ માનવામાં આવે છે. પરંતુ આજે અમે એક એવા ગામ વિશે કહેવા જઇ રહ્યા છીએ કે જ્યાં આજે લોકો જતા પણ ડરે છે. ભારત દેશની અંદર આવેલું આ ગામ લગભગ સૌથી ખતરનાક ગામ માનવામાં આવે છે, અને આ ગામની અંદર પોતાનું જ એક પૌરાણિક મહત્વ રહેલું છે

ભારતની અંદર આવેલું એક ગામ છે જેનું નામ ધનુષકોટી છે, અને આ જગ્યા રામેશ્વર દીપથી ખૂબ જ નજીક આવેલી છે, અને પૌરાણિક કથાઓ અનુસાર જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી રામે લંકા ઉપર વિજય કરવા માટે લંકા ઉપર ચડાઈ કરી હતી અને તે સમયે વિભીષણે ભગવાન શ્રીરામની મદદ કરી હતી અને જ્યારે ભગવાન શ્રીરામે લંકા જીતી લીધી ત્યાર બાદ વિભીષણ ને આ જગ્યાએ રાજા બનાવ્યો હતો.

તે સમયે વિભીષણે ભગવાન શ્રી રામને કહ્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલો રામસેતુ ધ્વસ્ત કરી દેવામાં આવે અને આથી જ ભગવાન શ્રી રામે ધનુષ બાણ ચલાવી અને પથ્થરોના સેતુને એક બાજુથી ધ્વસ્ત કરી દીધો હતો, અને આથી જ આ જગ્યાનું નામ ધનુષકોટી રાખવામાં આવ્યું હતું, અને હિન્દુ માન્યતાઓ અનુસાર આ જગ્યાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ હાલમાં આ જગ્યાની કહાની સાવ બદલાઇ ગઇ છે.

વર્તમાન સમયમાં ધનુષકોટી ભારત દેશનું સૌથી ભયાનક સ્થાન માનવામાં આવે છે. કેમકે, અહીંયા કોઈ પણ વ્યક્તિનો વાસ નથી. અહીં આવેલી સુમસામ સડકો ડરનો માહોલ ક્રિએટ કરે છે, વર્ષો 1964 પહેલા આ ગામની અંદર ઘણા લોકો રહેતા હતા. પરંતુ ત્યારબાદ આ જગ્યા એક એવું ચક્રવાત આવ્યું કે જેણે આ સમગ્ર ગામની કાયા પલટી નાંખી અને આ ચક્રવાતની અંદર સમગ્ર ગામ નષ્ટ થઈ ગયું.

આ ગામની અંદર રહેતા 1800 લોકો આ ચક્રવાતની અંદર મરી ગયા, અને આથી જ આ ઘટના બાદ લોકો ત્યાં જતા પણ ડરે છે. કેમકે, લોકોની માન્યતા એવી છે કે આ ચક્રવાતની અંતર મરેલા લોકોની આત્મા હજી સુધી એ ગામની અંદર ફરે છે, અને જો કોઈ પણ વ્યક્તિ રાતના સમયે તે ગામની અંદર જાય છે તો તે આત્માઓ નો સામનો કરવો પડે છે, અને તે આત્માઓ તેને મોતને ઘાટ ઉતારી દે છે અને આથી જ આ ગામ આજે બની ગયું છે ભારતનું સૌથી ખતરનાક ગામ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer