ધર્મ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. ધર્મનો અર્થ થાય છે કોઈ વિશિષ્ટ પરંપરા, સંપ્રદાય નહિ, તેનો સબંધ કોઈ એક વિશિષ્ટ પ્રણાલી અથવા દર્શનશાસ્ત્ર સાથે ક્યારેય નથી. ધર્મનો અર્થ છે જે જેવા છે તેવાજ તેને શોધવા, તેને ઓળખવા, અને તેને જાણવા. તેને જ આપને ધર્મ યાત્રા કહીએ છીએ. ધર્મ એક સીડી છે જેના પર નિરંતર ચાલીને વ્યક્તિ ઉપર આવે છે. ધર્મ આસ્થા નથી કારણ કે આસ્થા ક્યારેય અનાસ્થામાં નથી બદલાતી. અને ઈશ્વરનું સ્વરૂપ તેમજ સ્વભાવ મનુષ્યની આસ્થા અને અનાસ્થા પર છે.
ઘણા લોકો ધર્મને વિશ્વાસનું નામ પણ આપે છે. પરંતુ ધર્મ વિશ્વાસ પણ નથી, કારણ કે વિશ્વાસ હંમેશા બદલતો રહે છે. જેમ કે એક સમય સુધી વિશ્વાસ એવો હતો કે પૃથ્વીને એક બળદે પોતાના એક શીંગ પર ઉઠાવેલી છે. અને જયારે એ બળદ થાકીને પૃથ્વીને એક શીંગ પરથી બીજા શીંગ પર લઇ જાય છે ત્યારે ધરતીકંપ આવે છે.
એક સમયે લોકોને એવો પણ વિશ્વાસ હતો કે ધરતી ચપટી છે, આગળ માનવીય વિકાસની સાથે તેના પર શોધ કરવામાં આવી ત્યારે નિર્ણય એ આવ્યો કે ધરતી ચપટી નથી પરંતુ ગોળ છે. આસ્થા અને વિશ્વાસ તો બદલાઈ જાય છે પરંતુ સત્ય આપણે તેને જ કહીએ છીએ જે બદલાતું નથી. જે હંમેશા એકરસ, સમરસ રહે એજ સત્ય કહેવાય છે. અને એ જ સત્યની શોધને ધર્મ કહેવાય છે.