એમના તેજ અને તેજસ્વી વાણી દ્વારા પુરા વિશ્વ માં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ નો ડંકો વગાડવા વાળા સ્વામી વિવેકાનંદ એ કેવળ વૈજ્ઞાનિક વિચાર તથા તાકાત પર બળ જ ન આપ્યું, પરંતુ ધર્મ ને લોકો ની સેવા અને સામાજીક પરિવર્તન થી જોડી દીધા. વિવેકાનંદ દ્વારા સ્થાપિત અને જન કલ્યાણ થી જોડાયેલ રામકૃષ્ણ મિશન ના સ્વામી સંત આત્માનંદ એ કહ્યું, ‘ વિવેકાનંદ એ ધર્મ ને સ્વયં કલ્યાણ ની જગ્યા લોકો ની સેવા થી જોડી. એમનું માનવું હતું કે ધર્મ કોઈ ખૂણા માં બેસીને માત્ર મનન કરવાનું માધ્યમ નથી.આનો લાભ દેશ અને સમાજ ને પણ મળવો જોઈએ.
શિકાગો માં આયોજિત વિશ્વ ધર્મ પરિષદ દ્વારા આધુનિક વિશ્વ ને ભારતીય ધર્મ અને સંસ્કૃતિ થી પરિચિત કરવા વાળા વિવેકાનંદ એક મહાન સમન્વયકારી પણ હતા. સ્વતંત્ર ભારત ના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ એ વિવેકાનંદ ને પ્રાચીન અને આધુનિક ભારત ની વચ્ચે ના સેતુ બતાવ્યા છે. ત્યાં સુભાષ ચંદ્ર બોજ એ વિવેકાનંદ ની વિશે લખ્યું છે, ‘સ્વામીજી એ પૂર્વ અને પશ્ચિમ, ધર્મ અને વિજ્ઞાન, અતીત અને વર્તમાનને સમાયોજન કર્યો. આ કારણ છે કે તે મહાન છે.’
રામકૃષ્ણ મિશન માં સ્વયંસેવક દેવાશીષ મુખર્જી એ કહ્યું, ‘ સ્વામી વિવેકાનંદ મૂળ રૂપથી આધ્યાત્મિક જગત ના વ્યક્તિ હતા, પરંતુ સામાજીક કામો પર પણ એમણે ખુબ જોર આપ્યું. તેના સંદેશાની મધ્યમાં માણસનું ગૌરવ છે, અને તે માનવીઓને ભગવાનનો ભાગ માનતા હતા.’ સ્વયં વિવેકાનંદ એ પણ ‘ રાજયોગ માં લખ્યું છે કે પ્રત્યેક આત્મા ઈશ્વર નો ભાગ છે. અંદર ના ભગવાન ને બહાર પ્રકાશિત કરવા એ લક્ષ્ય છે. એવું કામ, ભક્તિ, ધ્યાન દ્વારા થઇ શકે છે.
દેવાશીષ મુખર્જી એ કહ્યું, ‘ વિવેકાનંદ ભારત ને એવો દેશ માનતા હતા, જ્યાં આધ્યાત્મ જીવિત છે અને જ્યાંથી પુરા વિશ્વ માં આધ્યાત્મ નો પ્રચાર-પ્રસાર કરી શકાય છે. તે આને ભારત ની મહત્વપૂર્ણ વિશેષતા માનતા હતા અને માત્ર આને બનાવી રાખવા માટે નહિ પરંતુ આને વધારવા ની જરૂરત પર બળ આપતા હતા.’
વિવેકાનંદ એ સામાજીક આર્થિક સમસ્યાઓ ને પણ એમના ચિંતન નો વિષય બનાવ્યો છે. એમણે ૧૮૯૪ માં મૈસુર ના મહારાજા ને લખેલા પત્રમાં, સામાન્ય જનતાની ગરીબીને તમામ આપત્તિઓના મૂળ ના કારણ તરીકે વર્ણવવામાં આવ્યા છે. એમણે આને દુર કરવા માટે શિક્ષા અને એનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવા સરકાર અને શિક્ષિતો ને મુખ્ય કામ બતાવ્યું હતું.ભારત આજે પણ આ જ દિશા માં પ્રયાસરત છે.
મુખર્જી એ કહ્યું, ‘ વિવેકાનંદ એ ગરીબ અને પીડિત જાણતા ને ઉત્થાન ને અહમ માન્યા છે. એના માટે એમણે વિજ્ઞાન અને ટેકનીક ના ઉપયોગ પર બળ આપ્યું છે.તે નાના લોકો ના વિકાસ માં જ દેશ અને વિશ્વ નો વિકાસ માનતા હતા. ‘ આજે પણ વિવેકાનંદ ને યુવાઓ નો આદર્શ માનવામાં આવે છે અને પ્રત્યેક વર્ષે એમનો જન્મદિવસ 12 જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. એમણે કહ્યું કે, ‘ વિવેકાનંદ યુવાઓ થી મેદાન માં રમવા, કસરત કરવા માટે કહેતા હતા કેમ કે શરીર સ્વસ્થ અને હષ્ટ-પુષ્ટ થઇ શકે અને આત્મવિશ્વાસ વધે.’
એમની વાણી અને તેજ થી દુનિયા ને ચકિત કરવા વાળા સ્વામી વિવેકાનંદ એ બધા મનુષ્યો અને એના વિશ્વાસો ને મહત્વ આપતા ધાર્મિક સિદ્ધાંતો અને સાંપ્રદાયિક ભેદભાવ ને હટાવવા નો સંદેશ આપ્યો હતો.