જૈન આચાર્યોનો મતે ધર્મ સ્વૈચ્છિક છે, તેને કોઇ ઉપર જબરદસ્તી લાદવો ના જોઇએ

જૈન ધર્મ નુ મૂળ અહિંસા છે. અર્થાત અહિંસા ના પાલન માટે અથવા ધર્મના કોઇ સિધ્ધાંત ના પાલન માટૅ બળપ્રયોગ કરવો એ પણ એક પ્રકારની હિંસા જ છે. ધર્મ સ્વૈચ્છિક છે, તેને કોઇ પર લાદવું ના જોઇએ. તેવુ જૈનાચાર્યો નુ કહેવુ છે. જે તેમ ઇચ્છે કે માંસાહાર નો પ્રયોગ ના કરવામાં આવે કેમકે તેમા પશુઓ પ્રત્યે ક્રુરતા થાય છે તે લોકો પશુઓ પ્રત્યે સંવેદનશીલતા જગાડવા માટે આધિકારીક પ્રેરણા આપે તે વાત ધર્મસંમત છે પણ કોઇને માંસ ના ખાવા દેવા માટે કાયદો બનાવીને મજબૂર કરવામા આવે તે ધર્મનો માર્ગ નથી કેમકે તેમા એક પ્રકારે બળપ્રયોગ કર્યો જ કહી શકો.

જૈનો એ માંસાહાર વિરુદ્ધ મા બધા તર્કો રજૂ કરીને લોકોને માંસાહાર છોડવાની પ્રેરણા આપવી જોઇએ. તે તેમનો મૌલિક અધિકાર છે તે તેઓ પોતાની ધાર્મિક માન્યતા નો પ્રચાર કરે પણ તેના માટે કોઇ કાયદાનો આધાર લેવો ધર્મ ની દ્રષ્ટીએ ઉચિત્ત નથી જ.

જ્યાસુધી માંસાહારી લોકોનો સવાલ છે તો તેમને માંસાહાર ના વિરોધીયો ની ભાવનાનો સમ્માન કરતા સ્વેચ્છાએ પર્યુષણ ના દિવસો મા માંસાહાર ના ત્યાગની ઘોષણા કરી દેવી જોઇએ, આ નાના એવા ત્યાગ ના બદલામા તેમને જૈન-અજૈન શાકાહારીઓ ની સદભાવના નો અમૂલ્ય ઉપહાર પ્રાપ્ત થશે, જે સદિઓ થી ચાલતુ આવ્યુ છે. માંસાહર વિરોધી હોય કે માંસાહારી હોય બન્ને એ એક-બીજા પ્રત્યે સદભાવના સ્થાપિત કરવી જોઇએ. કેમકે દુર્ભાવના તો કોઇપણ સંજોગો મા દેશ માટે ઇષ્ટતમ નથી જ.

મહાવીર સ્વામીએ કહ્યુ છે કે જીવ ભારે થાય છે પ્રણિપાત થી હિંસા કરવાથી. જીવ ભારે થાય છે હિંસાને યાદ કરવાથી. જોકે હિંસાની સ્મૃતિ પણ હિંસા જ છે. ફક્ત ક્રિયાથી હિંસા કરો તે જ હિંસા નથી. હિંસાના સંસ્કાર ની સ્મૃતિ એ પણ હિંસા જ છે. તે જ આપણને વિકૃત બનાવે છે. જો મનમાં હિંસાના સંસ્કાર જ ના હોય તો સંસ્કાર સ્મૃતિ રૂપે જાગૃત ના થાય તો એ વર્તમાન ની હિંસા સંભવ જ નથી. અતઃ હિંસાનુ મૂળ વર્તમાન ઘટના થી વધુ હિંસાની સ્મૃતિ માં છે. ઘટના તો એક પરીણામ માત્ર છે.

આપણી ચેતના જેમ જેમ જાગૃત થશે, ઉપર આવશે, હિંસા સ્વતઃ સમાપ્ત થતી જશે. મહાપ્રજ્ઞએ લખ્યુ છે કે હિંસા છોડવાથી જ સમાપ્ત નથી થશે, કેવળ ચેતના ના જાગરણ ના માધ્યમ થી સમાપત્ય થાય છે. તેનાથી હિંસાના સંસ્કાર જ સમાપ્ત થાય છે. ના સ્મૃતિ રહેશે ના ઘટના થશે. આપણી ભૌતિકતા ની અંદર છુપાયેલી કોઇ પ્રખર જ્યોતિ છે જે નિર્ણય લઈ રહી છે અને તે જ નિર્ણય આપણી બહાર આવે છે. અંદર આપણુ અસ્તિત્વ હોય છે – હુ છુ! અને બહાર આપણુ વ્યક્તિત્વ હોય છે કે – “હુ એક જ વિશિષ્ટ છુ”

Leave a reply:

Your email address will not be published.

Site Footer