જાણો ધર્મ અંગે ગીતાની વિચાર ધારા વિશે.

પરમ તત્ત્વનું શરણ સ્વીકારવું એટલે પોતાનો અહંકાર ઓગળી નાખવો, રાગદ્વેષ છોડી દેવા, અને ઋજુ બની જવું, અને પરમાત્મામાં એકરાર થવું, પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું એમ કહ્યું એટલે કે જે કંઈ વાદ વિવાદો છે. ગીતાના ઉદભવ વખતે ઉપનિષદોનાં વિચારો બાબતે અને બ્રાહ્મણોના કર્મ કાંડ. ક્રીયાકાંડ, યજ્ઞાો અને જુદા જુદા આડમ્બરો વિરુદ્ધ જેહાદ શરુ થયેલ અને ઉપનીષદના નિર્ગુણ જ્ઞાાનની વિરુદ્ધ, પણ અવાજ ઉભા થયેલા તે વખતે ચાર્વાકે પણ આ બંને અંગે પોતાની પ્રતિક્રિયા આપવાનું શરું કરેલું, તેમને કહ્યું કે ઉપનીશદોએ જ્ઞાાન પર જ જોર દઇને જીવનની ઉપેક્ષા કરી નાખી છે.

તો બ્રાહ્મણોએ તો ધર્મના તત્વનો જ નાશ કરી નાખ્યો છે, ત્યારે ચાર્વાકે ભોગ વિલાસ પર જોર દઇને જ્ઞાાનને અને કર્મકાંડને બન્નેને ભુલાવી દીધેલું ને કહ્યું કે જીવન માત્ર ને માત્ર મજા કરવા જ મળે છે, જીવનમાં માત્ર મજા કરી લ્યો, મર્યા પછી કાંઈ જ નથી, સ્વર્ગ નરકની વાતો ગપ્પા છે, તેમાં કાઈ તથ્ય જ નથી વગેરે, આ બધાને કારણે જીવન અને જ્ઞાાન વચ્ચે મોટી ખાઈ ચાર્વાકે ખોદી નાખી હતી, જેનાથી સમાજમાં મોટી વ્યવહારિક વિષમતા ઉત્પન્ન થઈ હતી, માણસ વિચારતો થતો હતો કે પણ આ બધી પરિસ્થિતિમાં જીવનમાં ઉચિત શું ? અને અનઉચિત શું ? તે બાબતનો નિર્ણય કરવો કઠીન થઈ ગયો હતો.

આ વખતે ગીતાએ આ વિષમતાઓ વચ્ચેથી વ્યવહારિક રસ્તો કાઢવા માટે કહ્યું કે બધા જ ધર્મો છોડી મારા શરણમાં આવો, આમાં ક્રષ્ણનું કહેવું મારા શરણે એટલે પરમ તત્વ પરમાત્માના શરણે આવો. પરમ તત્ત્વનું શરણ સ્વીકારવું એટલે પોતાનો અહંકાર ઓગળી નાખવો, રાગદ્વેષ છોડી દેવા, અને ઋજુ બની જવું, અને પરમાત્મામાં એકાકાર થવું, પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું એમ કહ્યું એટલે કે જે કંઈ વાદ વિવાદો છે. તેને ગોળી મારો.

અને પરમતત્વ પરમાત્મય બની જાવ, જેથી અમૃતની પ્રાપ્તિ થશે, અમૃત બહાર ક્યાંય નથી, પણ આત્મા માં છે, એમ તેણે એલાન કર્યું. અને કહ્યું કે આત્મા શાશ્વત છે, નિર્ગુણ છે. અને નિરાકાર છે, અને આનંદ સ્વરૃપ છે, આમ બંને વચ્ચે જે ખીણ બની હતી તેની પર પુલ બાંધવા પ્રયત્ન કર્યો જોઇ શકાય છે, અને આ બાબતે ગીતાએ વ્યવહારીક સામનજશ્ય પ્રસ્થાપિત કરવા વધારે ધ્યાન દીધું છે. એ હક્કીત છે. અને પરમ સત્યની શોધ માટે પોતાનો કોઈ મોલિક દ્રષ્ટિ કોણ દેવાનો પ્રયત્ન કર્યો નથી. તે તેની વિશેષતા છે, આમ જોવા જઈએ તો પોતાના સમયની સત્વ વિષયક બધી જ શોધોનો સમન્વય કરીને તેની ઉપર પોતાનો આદર વ્યક્ત કર્યો છે.

આ વખતે સાંખ્ય શાસ્ત્રની વિચાધારાનાં સીધ્ધાંતોની માનવજીવનમાં પ્રધાનતા સ્થાપિત થઈ ચુકી હતી.. માણસની સ્થિતિ એવી હતી કે એક બાજુ તે જ્ઞાાન પ્રાપ્ત કરવા માંગતા હતા, પણ ભોગો છોડવા તૈયાર હતા નહીં,.આ સમસ્યા માણસના જીવનમાં કાયમ રહી જ છે. બંને વચ્ચે ક્યારેય સંકલન થઈ શક્યું નથી, જો માણસે ભોગ જ ભોગવવો હોય તો જ્ઞાાન છોડવું જ પડે છે, અને જ્ઞાાન જ પ્રાપ્ત કરવું હોય તો ભોગ છોડવો જ પડે છે, એ પરિસ્થિતિ છે, બંને વચ્ચે સમન્વય થઈ શક્યો નથી. તેનો ઉકેલ થાડા ઘણા અંશે અધ્યાત્મનાં રસ્તે થઈ શકે છે, પણ તે પણ નહિવત, કારણકે આ શક્તિ અને અહંકારથી મુક્ત થયા વિના જ્ઞાાન છે જ નહીં અને આ શક્તિ સાથે લોકો વળગેલા છે. એટલે મુશ્કેલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer