ધાર્મિક જ નહિ પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સ્ત્રીઓના માથામાં સિંદુર લગાવવાનું છે ખુબ મહત્વ, જરૂરથી જાણો  

માંગમાં સિંદુર લગાવવું એ સુહાગણ સ્ત્રીઓના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ તેને ખુબજ શુભ માનવામાં આવે છે, તેમજ તેનાથી પરિણીત સ્ત્રીના રૂપ અને સૌન્દર્યમાં પણ નિખાર આવે છે. અને માંગ માં સિંદુર લગાવવું એ એક વૈવાહિક સંસ્કાર પણ માનવામાં આવે છે.

દરેક પરણેલી સ્ત્રીઓ પોતાના માથાની પાથી એટલે કે માંગ માં હંમેશા સિંદુર લગાવે છે. શરીર-રચના વિજ્ઞાન મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગમાં જે સ્થાન (સેથીમાં) પર સિંદુર લગાવે છે,

તે સ્થાન પર બ્રહ્મરંધ્ર અને અહીમ નામનું મર્મસ્થળની બરોબર ઉપર છે. સ્ત્રીઓનું આ મર્મસ્થળ ખુબજ કોમળ હોય છે. તેમની સુરક્ષાના નિમિત્ત સ્રીઓ અહી સિંદુર લગાવે છે,  સિંદુરમાં કેટલીક ધાતુ ખુબજ વધુ માત્રામાં હોય છે.

માંગ માં સિંદુર લગાવવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને માંગ માં સિંદુર લગાવવાથી સ્ત્રીના શરીરમાં વિદ્યુતીય ઉત્તેજના નિયંત્રણમાં રહે છે. માંગમાં સિંદુર લગાવવું એ સુહાગણ સ્ત્રીઓના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે

તેથી દરેક સ્ત્રીઓએ માંગમાં હંમેશા સિંદુર લગાવવું જોઈએ કારણ કે સિંદુર લાગવાથી તેમના પતિની સુરક્ષાની સાથે સાથે પોતાના સોંદર્ય માટે પણ તે ખુબજ ફાયદા કારક હોય છે. અને માંગ માં સિંદુર લગાવવું એ એક વૈવાહિક સંસ્કાર પણ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer