ધર્મની રક્ષા માટે ભગવાન કૃષ્ણએ પ્રયોગ કરી કેટલીક યુક્તિ, જાણી ને થઈ જાશો હેરાન

મહાભારત માંથી મનુષ્યોને ઘણું જાણવા મળ્યું છે. મહાભારતમાં ઘણી એવી મુશ્કેલ પરિસ્થિતિનો ઉલ્લેખ છે. જેના સમાધાન માટે ધર્મની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણને પણ દુષ્ટ પ્રવુતિ વાળા વ્યક્તિઓથી બચવા માટે યુક્તિનો પ્રયોગ કરવો પડ્યો. ચાલો જાણીએ એવી ઘટનાઓ વિશે.

૧. ગુરુ દ્રોણનો વધ:

દ્રોણાચાર્ય કૌરવોના પક્ષમાં હતા. જયારે ગુરુ દ્રોણે ધર્મરાજ યુધિષ્ઠને પોતાના પુત્ર અશ્વત્થામા વિશે પૂછ્યું તો યુધિષ્ઠિરએ કહ્યું કે અશ્વત્થામા નામના હાથીનું તો મુર્ત્યું થઇ ગયુ છે. પણ હાથી શબ્દ બોલવા પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણે શંખ વગાડી દીધો તેનો અવાજ એટલો તીવ્ર હતો કે દ્રોણાચાર્ય હાથી સંભાળવામાં અસફળ થઇ ગયા અને તેને લાગ્યું કે તેના પુત્રનું મુત્યુ થઇ ગયુ તે આ સાંભળી શોકમાં જતા રહ્યા અને તેને અસહાય જોઇને દૃષ્ટ્ધ્યુંમ્ને તેમનો વધ કરી નાખ્યું.    

૨. બર્બરિક પાસેથી તેનું માથું ભેટ માં લીધું:

બર્બરિક બધા થી શક્તિશાળી હતો જો તે યુધ્ધ કરેતો તો કુરુક્ષેત્રમાં કોઈ યોદ્ધા બચે નહિ. તેના કારણે ભગવાન શ્રી કૃષ્ણે બર્બરિકનું માથું ભેટમાં માગી લીધું જેને બર્બરીકે સ્વેચ્છિક ભેટ આપી દીધી. આજ પણ બર્બરિક ખાટું શ્યામના નામથી ઓળખાય છે.

૩. ભીષ્મનો વધ:

મહામહિમ ભીષ્મ પિતા એટલા તાકાતવર હતા કે એકવાર તેમણે પરશુરામને પણ યુધ્ધમાં હરાવી દીધા હતા. તે કૌરવોના પક્ષધર હતા જ્યાર સુધી તે કૌરવોની રક્ષા માટે ઉભા હતા ત્યાર સુધી કૌરવોનું કોઈ કઈ બગડી શકે તેમના હતું એવી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ એ કમાન અને પોતાના રથ માથી ઉતરીને સુદર્શન ચક્ર ધારણ કર્યું. જયારે ભીષ્મ એ ભગવાન વિષ્ણુ ને કાળ બનીને સામે ઉભેલા જોયા તો તેમણે સમર્પણ કરી દીધું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer