આમ તો હિંદુ ધર્મ પછી ઘણા પ્રાચીન ધર્મોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમકે પેગન, વુડુ વગેરે પરંતુ હિંદુ જૈન પછી યહૂદી ધર્મ એકમાત્ર એવો ધર્મ હતો જેણે ધર્મને એક નવી વ્યવસ્થામાં ઢાળી દીધો અને એક નવી દિશા અને સંસ્કૃતિ આપી.
હઝરત આદમથી લઈને
અબ્રાહમ અને અબ્રાહમથી લઈને મુસા સુધીની પરંપરા યહૂદી ધર્મનો હિસ્સો છે. આ બધા
ક્યાંક ને ક્યાંક હિંદુ ધર્મની પરંપરા સાથે જોડાયેલા હતા. એવું માનવામાં આવે છે કે
રાજા મનુને જ યહૂદી લોકો હઝ નૂહ કહેતા હતા.
દુનિયાના સૌથી પ્રાચીન ધર્મો માં નો એક છે યહૂદી ધર્મ, લગભગ ૪૦૦૦ વર્ષ જુનો આ ધર્મ વર્તમાનમાં ઈઝરાઈલનો રાજધર્મ છે. યહૂદી ધર્મની શરૂઆત પૈગંબર હઝરત ઈબ્રાહીમથી માનવામાં આવે છે. જે ઇસાથી ૨૦૦૦ વર્ષ પહેલા થયો હતો. હઝ ઈબ્રાહીમ પછી યહૂદી ઇતિહાસમાં સૌથી મોટું નામ ‘પૈગંબર મુસા’નું છે. હઝરત મુસા યહૂદી જાતિના પ્રમુખ વ્યવસ્થાપક છે. હ.મુસા ને પહેલેથી ચાલી આવતી એક પરંપરાને સ્થાપિત કરવાના કારણે યહૂદી ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. હઝ. મુસા પછી યહુદીઓ ને વિશ્વાસ છે કે કયામતના સમય માં તેમના આગલા પૈગંબર આવશે.
દુનિયાના પ્રાચીન ધર્મોમાં થી એક યહૂદી ધર્મ માંથી ઈસાઈ અને ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ થઇ હતી, ઇસ્લામની ઇસ્લામની એક ઈશ્વર પરિકલ્પના, ખતના, બુતપરસ્તી નો વિરોધ, નમાઝ, હઝ, રોઝા, જકાત, સુદખોરી નો વિરોધ, કયામત, કોશર, પવિત્ર દિન, ઉમ્માહ જેવી દરેક વાતો યહૂદી ધર્મ માંથી લેવામાં આવેલી છે. પવિત્ર ભૂમિ, ધાર્મિક ગ્રંથ, અન્જીલ, હદીસ, અને તાલ્મુદણી કલ્પના એક જ છે. ઈસાઈ અને ઇસ્લામમાં આદમ, હવ્વા, ઈબ્રાહીમ, નૂહ, દાવુદ, ઈસાક, ઈસ્માઈલ, ઇલ્યાસ, સોલોમન વગેરે દરેક એતિહાસિક અને મહાન લોકો યહૂદી પરંપરા થી જ છે. હઝરત અબ્રાહમને યહૂદી, મુસલમાન અને ઈસાઈ ત્રણે ધર્મના લોકો પોતાના પિતામહ મને છે, આદમથી અબ્રાહમ અને અબ્રાહમથી મુસા સુધી યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ દરેકના પૈગંબર એક જ છે પરંતુ મુસા પછી યહુદીઓને પોતાના આગલા પૈગંબર આવવાની હજી પણ રાહ છે.