ગુજરાતની વિચિત્ર ઘટના; ધોબી પત્નીને ભગાડી જતા, પતિએ એવું ગજબ દિમાગ લગાવ્યું કે ધોબીના ગ્રાહકોએ પોલીસને કરી ફરિયાદ. . .

વડોદરામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સોમવારે સવારે કારેલીબાગમાં આર્ય કન્યા વિદ્યાલય પાસે લારી ગલ્લા ની ઘણી રેકડિઓ છે. જ્યાં લોકો નું ઘણું મોટુ ટોળુ એકઠું થયું હતું.

આ ટોળાનું એકઠુ થવાનું કારણ એવું હતું કે તે લોકોના કપડા જે લારીવાળો ઈસ્ત્રી કરવા માટે લઈ જતો હતો તે લારી જ ગાયબ હતી. તેથી જે કોઈ પણ લોકોએ આ લારીવાળાને કપડાં ધોવા અથવા ઈસ્ત્રી કરવા માટે આપ્યા હતા તે લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

ત્યાર બાદ પોલીસને મદદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એવું જાણવા મળ્યું હતું કે તે લારી વાળો એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનો પતિ પત્નીના પ્રેમીની લારી લઈ ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં લારી ધરાવતા આ યુવકની પત્ની પણ એક વર્ષ પહેલાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ અત્યાર સુધી તે એકલો રહેતો હતો પરંતુ હવે તે આ દુકાને વારંવાર આવતી એક સ્ત્રી ના પ્રેમમાં પડયો હતો જેને લઈને ભાગી ગયો હતો.

આ લારી અને ધોબી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા યુવકની પત્ની કોરોના કાળમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઇ હતી પરંતુ આ યુવક એક અન્ય પરિણીત મહિલાના પ્રેમમાં હતો. ત્યારબાદ તે મહિલા અને આ યુવકે એક સમય નક્કી કરીને ભાગવાનું નક્કી કર્યું.

આ વાતની જાણ જેવી જ તેના પતિને થઇ તેઓ આ યુવતીનો પતિ લારી એ પહોંચ્યો અને આ લારી લઇને પલાયન થઈ ગયો હતો. જ્યારે લોકો સોમવારે સવારે ઈસ્ત્રી કરવા માટે આપેલા કપડા લેવા પહોંચ્યા ત્યારે લઈ ગયા બધા લોકોએ પોલીસની મદદ લીધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer