હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ તીર્થો માંથી એક છે મણિકર્ણ તેને ધાર્મિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે. અહી પાર્વતી નામની એક નદી વહે છે. આ નદીની એક બાજુ શિવ મંદિર છે અને બીજી બાજુ ગુરુદ્વાર છે. આ બંને ધાર્મિક સ્થળોનું વાતાવરણ ખુબજ સુંદર છે. મણિકર્ણ વિશે કહેવામાં આવે છે કે વિશે કહેવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન શિવે ક્રોધિત થઈને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું હતું. પહેલાના સમયમાં પાર્વતી નદીમાં ક્રીડા કરતી વખતે એક વાર માતા પાર્વતીના કાનની બુટ્ટીનો એક માણી પાણીમાં પડી ગયેલ, અને પાતાળ લોક માં જતી રહી હતી આવું થવાથી ભગવાને પોતાના ગણને મણી શોધવાનું કહ્યું અને ખુબજ શોધ ખોલ બાદ પણ મણીના મળ્યો.
અહી ખોલ્યું હતું ભગવાન શ્વે પોતાનું ત્રીજું નેત્ર:
મણી ના મળવાના કારણે ભગવાને ક્રોધિત થઈને પોતાની ત્રીજી આંખ ખોલી હતી, ત્રીજું નેત્ર ખુલતાની સાથેજ માં નયનાદેવી પ્રગટ થયા તેથી આ જગ્યાને નયનાદેવીની જન્મ ભૂમિ પણ માનવામાં આવે છે. નયનાદેવીએ પાતાળમાં જઈને શેષનાગને મણી પરત કરવા કહ્યું તો શેષનાગે એ મણી ભગવાન શિવને ભેટમાં આપી દીધો. ત્યારે માતા ભગવાને માતા પાર્વતીને પોતાનો મણી ઓળખી ધારણ કરવા કહ્યું.
આ જગ્યા પર છે ગરમ પાણીનો કુંડ અને તેનું રહસ્ય:
ત્યાં શિવ મંદિરની પાસે જ એક ગરમ પાણીનો સ્ત્રોત છે, આ ગરમ પાણી શીતલ જળ વળી પાર્વતી નદીથી થોડે દુર છે. અને તેમાં ગરમ પાણી ક્યાંથી આવે છે એ વાટ આજ સુધી રહસ્ય બની રહી છે, આ ગામ પાણીમાં ગુરુદ્વારનો પ્રસાદ બનાવામાં વપરાતા ભાત બાફવામાં આવે છે. ભાતને કોઈ વાસણમાં રાખી અહી મુકવામાં આવે છે તો ટે તરતજ બફાઈ જાય છે. અહી પાણી એટલું બધું ગરમ હોય છે કે કોઈ તેમાં હાથ પણ નથી નાખી શકતું. આ સ્ત્રોતને પાર્વતી નદીના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવા લાયક બનાવામાં આવે છે. અહી આવનારા ભક્તો હિંદુ હોય કે સીખ બંને જગ્યાએથી દર્શનનો લાભ મેળવે છે.