નવરાત્રીમાં ભાવી-ભક્તો યથાશક્તિથી આદ્યશક્તિની પૂજા-અર્ચના ધૂમધામથી કરે છે. નવરાત્રી દરમિયાન કેટલાક લોકો નવ દિવસનો ઉપવાસ રાખીને માતાજીના નવ સ્વરૂપની આરાધના કરે છે. તો કેટલાક ભક્તજનો ઉપવાસ રાખીને પણ આદ્યશક્તિની ઉપાસના કરતા હોય છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવશું કે નવરાત્રીના ઉપવાસમાં કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણીએ કેટલીક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
૧. કાળા રંગના કપડા ન પહેરવા જોઇએ.
૨. વ્રતના ભોજનમાં અનાજ અને મીઠા (નમક)નું સેવન ન કરવું જોઇએ.
૩. મહિલાઓએ
માસિક ધર્મ દરમિયાન 7 દિવસ સુધી
પૂજા ન કરવી જોઇએ
૪. કળશ
સ્થાપના કરતા લોકો અથવા અખંડ દીવો પ્રગટાવનાર લોકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી
ન છોડવું જોઇએ.
૫. ઘરમાં હિંસા અને કંકાસ ન થવો જોઇએ.
૬. વ્રત
રાખનાર વ્યક્તિ જમીન પર સૂઇ જાય તો સારું ફળ પ્રાપ્ત કરે છે.
૭. ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઇએ, લસણ ડુંગળી નૉનવેજથી દૂર રહેવું જોઇએ.
૮. નવરાત્રીનો વ્રત રાખનાર લોકોએ પૂજા
દરમિયાન બેલ્ટ ચંપલ-બૂટ અથવા ચામડામાંથી બનાવેલ કોઇ પણ વસ્તુ પાસે રાખવી ન જોઇએ.
જો ઉપર જણાવેલી વાતોનું તમે પાલન કરો છો તો તમારે ઉપવાસ જરૂર ફળે છે. ભવાની આદ્યશક્તિ તમારી સાળ-સંભાળ રાખે છે અને હમેંશા તમારો સાથ આપી તમને ઉગારે છે.