ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઉપાય છે બેસ્ટ, જેને અપનાવવાથી મળશે ચમત્કારી ફાયદાઓ..

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની ખૂબ માવજત પૂર્વક સાર સંભાળ કરવી પડે. ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. ડાયાબિટીસના રોગ પર નિયંત્રણ અત્યંત જરૂરી છે. જે વસ્તુનો સ્વાદ થોડોક કડવો હોય અને જીભને તે પસંદ ન પડે, તે વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

મેથી પણ એવી જ એક વસ્તુમાં ગણતરી થાય છે. ઘરની રસોઈ સામગ્રીમાં સહેલાઈથી મળતી મેથી ઔષધીય ગુણ અને ઘણા બધા પોષકદ્રવ્યોથી ભરપૂર હોય છે. મેથી સ્વાસ્થય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, મેથીનું પાણી પણ વિવિધ સમસ્યાઓ માં લાભકારી પૂરવાર થાય છે.

બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માટે ઉપયોગી :- મેથીના પાણીથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે. . મેથી રક્તમાંના સુગરના પ્રમાણને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં એમીનો એસિડ હોવાથી તેને એન્ટીડાયાબીટિક પ્રોપર્ટી માનવામાં આવે છે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને રક્તમાંની સુગરને તોડવામાં મદ મળે છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાનું હોય, વજન ઘટાડવાનું હોય કે પાચનક્રિયાની સમસ્યા હોય તો મેથી દાણાના સેવન અથવા તો એનું પાણી પીવાથી રાહત મળે છે. તે શરીરના દરેક દુખાવાને દૂર કરવામાં મદદરૂપ છે. મેથીની ચા બનાવીને, તેના દાણા નું સેવન કરવાથી કે તેનો પાવડર કરીને સેવન કરવામાં આવે છે. પરંતુ મેથીનું પાણી ખુબ જ લાભકારી સાબિત થાય છે.

મેથીનું પાણી બનાવવાની રીત :- એક મોટા બાઉલમાં પાણી લઇને તેમાં બે ચમચા મેથીના દાણા નાખી આખી રાત પલાળી રાખવા. સવારે આ પાણીને ગાળીને ભૂખ્યા પેટે સેવન કરવું. એક ચમચો મેથીના દાણાને તેલ વગર હળવા શેકવા અને પછી તેને દળીને પાવડર બનાવી લેવો. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો મેથી પાવડર મિક્સ કરીને પીવું.

ડાયાબિટિસના દર્દીઓ માટે મેથી બેસ્ટ ઉપાય છે. મેથીમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. ટાઇપ વન અને ટાઇપ ટુ બન્ને ડાયાબિટિસના દરદીઓ માટે મેથી ખુબ જ ગુણકારી છે. શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછા કરી ગુડ કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. તેમજ તે ટ્રાઇગ્લિસરાઇડના લેવલને પણ ઓછું કરે છે અને શરીરમાં ચરબીના થર થવા દેતી નથી. જો બે-ત્રણ મહિના સુધી નિયમિત રીતે મેથીના પાણીનું સેવન કરવામાં આવે તો ચોક્કસ શરીમાંના એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધે છે.

મેથીમાં લીંબુ અને મધ :- લીંબુ અને મધ સાથે મેથીનું સેવન કરવામાં આવે તો આરામ મળે છે. મેથીમાં મ્યુસિલેજ નામનું એક તત્વ હોય છે, જેનાથી શરદી, ઊધરસ અને ગળાની ખરાબીમાં રાહત મળે છે. મેથીના પાણીનું સેવન આ સમસ્યામાં રાહત આપે છે. મેથીનું પાણી નું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેને કારણે જલ્દી કોઈ બીમારી નથી થતી.

વજનને કંટ્રોલ કરવા માટે :- સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની અનુભૂતિ થાય છે. મેથીમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું છે. તેથી જલ્દી ભૂખ જલદી લાગતી નથી. થોડું ઓછું ખાવાથી ઓછી કેલરીનું સેવન થાય છે જેથી વજન કન્ટ્રોલમાં રહે છે. તેમજ પેટ ફુલવાની તકલીફ થતી નથી. પાણી સાથે દિવસમાં બે ત્રણ વખત કાચી મેથી ચાવવાથી પણ વજન ઘટાડે છે.

પાચનક્રિયા માટે :- મેથીના પાણીનું સેવન ભૂખ્યા પેટે કરવાથી છાતીમાં બળતરા નથી થતી, અપચો, એસિડિટી, કબજિયાત તેમજ પેટ સાથે જોડાયેલી ઘણી સામાન્ય સમસ્યામાં રાહત મળે છે. મેથીમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપુર પ્રમાણમાં હોવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢીને પાચનતંત્ર સુધારે છે. તેમજ પાચનક્રિયા સાથે જોડાયેલી કોઇ તકલીફ થતી નથી.

વાળ માટે :- વાળના વિકાસ માટે મેથીના પાણીમાં મદદગાર પૌષ્ટિક તત્વ હોય છે. મેથીનું પાણી પીવાથી વાળનો વિકાસ ઝડપથી થાય છે. વાળની સમસ્યા જેવી કે, ખોડો, શુષ્કતાને દૂર કરે છે. મેથી પાણી તમારા શરીરના હાનિકારક ટોક્સિન્સને હટાવવામાં મદદ કરે છે, જેનાથી મળ ત્યાગની સમસ્યા પણ દુર થાય છે. મેથીનો ઉપયોગ કિડનીના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે.

શરદી, કફ માં રાહત :- મેથીનું પાણી કોઈપણ પીઈ શકે છે. મેથીની તાસીર ગરમ હોવાથી તેની એક ચમચી જ પીવાથી જલ્દી શરદી, ઉધરસ, ખાંસી માં રાહત મળે છે જેને શરદી ઉધરસ થઈ જતું હોય તેના માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ગરમી પેદા કરે છે. એટલા માટે શરદી, કફ, ખાંસીમાં તે લાભદાયક છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer