ગુજરાત માં ડિઝલ માં રૂપિયા 17 અને પેટ્રોલ માં 12 નો ઘટાડો.. અન્ય રાજ્યો કરતા ડબલ ઘટાડો..

મોઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય પ્રજાને દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રત્તિ લિટર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એ પછી મોડી રાત્રે ગુજરાત સરકાર પર પેટ્રોલ પર વેટની દર ઘટાડીને 18.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14 રૂપિયા કર્યો હતો.

આ સાથે રાજ્યમાં ઓવરઓલ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 12 તો ડીઝલના ભાવમાં લિટરે રૂ. 17નો ઘટાડો થયો હતો. નવી ભાવ મધ્યરાતથી લાગુ થયો હતો. આ પહેલા સરકારે રાજ્યોને પણ વેટના દરમાં ઘટાડો કરવા જણાવ્યું છે. પેટ્રોલ-ડીઝલ નવા ભાવ મધરાતથી જ લાગુ થઈ ગયા છે. આ નિર્ણય કેન્દ્રની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

પેટ્રોલ-ડીઝાના ભાવ વધારાના પગલે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો હતો. સરવાળે મોંધવારી વધી હતી. સરકાર પર ભાવ ઘટાડાવા માટે ભારે દબાણ હતું. હાલમાં ભાવમાં વધારાની અસર દેશમાં દેખાઈ હતી. અર્થતંત્રને ગતિ આપવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાનો નિર્દેશ લેવાયો હતો. પેટ્રોલની સરખામણીમાં તેમાં બમણી એક્સાઈઝ છૂટી પાડવામાં આવી છે.

એક્સાઈ ડ્યુટી સિવાય દરોમાં પણ ઘટાડો થશે. પેટ્રોલ ડીઝલની બેઝ પ્રાઇસ, એક્સાઇઝ, કેટ ચાર્જ અને ડીલર કમિશનથી નક્કી થતી રકમ પર રાજ્ય સરકાર વેટ વસુલે છે. આ સ્થિતિમાં એક્સાઇઝ ડ્યુંટીમાં ઘટાડો થતાં વેટમાં પણ ઘટાડી હતી. દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલ પર 30 ટકા અને ડીઝલ પર 16.75 ટકા વેટ વસૂલવામાં આવે છે. જેથી ભાવમાં લિટર 6.89 રૂપિયા અને 11.97 રૂપિયાનો ઘટાડી થઈ શકે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer