માતાના મંદિરે જઈને નારીયેળ ચુંદડી ચડાવીને માનતા માંગતા લોકો તો આપણે જોયા હોય છે પરંતુ આજે એ જાણીને તમે હેરાન થઇ જશો કે એક મંદિર એવું પણ છે કે જ્યાં લોકો હથકડી ચડાવીને માનતા માંગે છે. ચલો જાણીએ આ મંદિર વિશે વિસ્તારથી..
આપણા દેશમાં એક એવું પણ મંદિર છે જ્યાં લોકો દેવી માં ને હથકડી ચડાવીને પોતાની માનતા પૂરી કરે છે. આ મંદિર રાજસ્થાનના પ્રતાપ ગઢ જીલ્લામાં આવેલું છે, તેનું નામ છે દિવાક મંદિર. માતા નું આ મંદિર જોલર ગ્રામ પંચાયતની જગ્યા પર છે. આ મંદિરમાં દુર દુરથી લોકો આવે છે, અને માતાજી ને ખુશ કરવા માટે હથકડીઓ અને બેડીઓ ચડાવે છે.
અહી મંદિર પરિસરમાં લગભગ ૨૦૦ વર્ષ જુનુ એક ત્રિશુલ છે, અને એ ત્રિશુલ પર આ બધી વસ્તુઓ ચડવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ત્રિશુલ પર જે હથકડીઓ ચડેલી છે તેમાંથી કેટલીક તો ૧૦૦ વર્ષથી પણ વધારે જૂની છે. અહી એવા પણ ઘણા લોકો આવે છે જે પોતાન પરિજનો ને જેલ માંથી છોડાવવા માંગતા હોય. તે માટે જ તેઓ હથકડી ચડાવે છે.
ડાકુઓ અહી માંગતા હતા મન્નત:
આ મંદિર સાથે સંકળાયેલી એક કથા પણ છે, ઘણા સમય પહેલા અહી ફક્ત એક જંગલ હતું. તે સમયે અહી આ જંગલ માં ફક્ત ડાકુઓ જ રહેતા હતા અને તેઓ અહી આ મંદિર માં પૂજા કરતા હતા. ધીરે ધીરે તેમણે અહી મન્નત માંગવાનું ચાલુ કર્યું કે જો તેઓ લુટ કરવા જાય અને તે કાર્યમાં તેમને સફળતા મળે અથવા તેઓ જેલ તોડીને ભાગી શકે તો તેઓ માતાજી ને હથકડી ચડાવશે. અને ત્યારથી આ માન્યતા ચાલી આવી છે.