મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી માનવામાં આવે છે, દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે. કારણ કે દીવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે દીવો કરતી વખતે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખી તે મુજબ દીવો કરવાથી ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થાય છે.
તેલનો દીવો દુઃખોનું નિવારણ કરે છે અને ઘીનો દીવો સુખ-સમૃધ્ધિ આપે છે. પરંતુ તે દીવો કરતી વખતે પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે આપણે દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ ત્યારે ઘીનો અથવા તેલનો દીવો કરતા હોઈએ તો દીવો આપણા જમણા હાથ પાસે જ રાખવો જોઈએ. દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે,
હંમેશા દીવાની જ્યોત ઉત્તર કે પૂર્વ દિશામાં જવી જોઈએ. આવી રીતે દીવાની જ્યોત રાખવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે. દક્ષીણ કે પશ્ચિમ દિશામાં દીવાની જ્યોત ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે તે દિશામાં જ્યોત રહે તો તેનાથી કોઈ પણ લાભ થતા નથી.
તેલનો દીવો દુખ દુર કરવા માટે વપરાય છે પરંતુ જો તે સરસવ કે તલના તેલનો હોય તો તેનાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દીવો કરતી વખતે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દીવામાં ઘી અને તેલ બંને ક્યારેય મિક્સ ના કરવું જોઈએ.
એકલા ઘીનો દીવો કરવો અથવા તો તેલનો પરંતુ તેલ અને ઘી બંને મિક્સ કરી દીવો કરવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. પૂજા કે આરતી કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી પૂજા ચાલુ હોય ત્યાં સુધી દીવો ઓલવાઈ ના જાય આવું થાય તો પૂજાનો પૂરેપૂરો લાભ મળતો નથી અને પૂજા અધુરી રહી જાય છે.
ઘણા લોકો એવા હોય છે જે દીવો ભગવાનની આજુ બાજુમાં રાખતા હોય છે. પરંતુ હંમેશા દીવાને પ્રજ્વલિત કરો ત્યારે દીવો ભગવાનની મૂર્તિ કે ફોટાની સામે જ રાખવો જોઈએ અને જ્યારે ઘીનો દીવો કરતા હોય ત્યારે તેમાં સફેદ વાટ રાખવી જોઈએ
અને જ્યારે તેલનો દીવો કરતા હોય ત્યારે લાલ રંગની વાટ લગાવવી જોઈએ. આ રીતે દીવો પ્રજ્વલિત કરવો ખુબ જ શુભ મનાય છે. પૂજા કરતી વખતે ધ્યાન રાખવું કે દીવો તૂટેલો ન હોવો જોઈએ કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે.
ખુબજ મહેનત કરવા છતાં સફળતા ના મળતી હોય તો ઘીનો દીવો કરવો અને તેમાં કોઈ લાલ રંગના દોરાની કે ઉનની વાટ રાખવી તેમજ તેમાં થોડી હળદર અને કંકુ પણ મિક્સ કરવું અને આ દીવો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ફોટા પાસે રોજ કરવો.