કાર્તિક મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કાર્તિક માસના આગમન સાથે દિવાળીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ જાય છે. આ મહિનામાં ઘણી ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો થાય છે. આ મહિનામાં ખાસ કરીને તુલસી, શાલિગ્રામ અને દિવાળી પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મહિનો તહેવારોનો મહિનો છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ઉપવાસ, સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. કાર્તિક માસમાં પૂજા અને ઉપવાસ કરવાથી તીર્થ યાત્રા સમાન શુભ ફળ મળે છે આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ દીવાળી પૂજન સામગ્રીની યાદી જે નીચે મુજબ છે.
– લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજી સાથે)
– કમળફૂલ -શ્રીયંત્ર
– અગર બત્તી – ચંદન
– કપૂર – કેસર
– યજ્ઞોપવીત 5 – કુંકુ
– ચોખા – અબીલ
– ગુલાલ, અભ્રક – હળદર
– સૌંભાગ્ય દ્રવ્ય – મહેંદી- બંગડી, કાજળ, ઝાંઝર
– વિછુડા -નાડા
– કપાસ – રોલી, સિંદૂર
– સોપારી, પાનના પત્તા – ફૂલોની માળા
– પાચ મેવા – ગંગાજળ
– મધ – ખાંડ
– શુધ્ધ ઘી – દહીં
– દૂધ – ઋતુફળ
– શેરડી – નૈવેધમાં મીઠાઈ
– નાની ઈલાયચી – અત્તરની શીશી
– બતાશા – ગુલાબ અને કમળ
એવું માનવામાં આવે છે કે ભગવાન રામ લંકા પર વિજય મેળવ્યો અને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમનની ખુશીમાં આખું રાજ્ય દીવડાઓથી સજ્જ હતું. ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસે મા લક્ષ્મીની પૂજા પણ કરે છે. કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી આ દિવસે ઘરમાં પ્રવેશ કરે છે. આ દિવસે ધન અને શાંતિ માટે ભગવાન લક્ષ્મી અને ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેથી ઉપરોક્ત સામગ્રીનો ઉપયોગ કરી દિવાળીની પૂજા કરવી જોઈએ.