દિવાળી પહેલા ઘરની સાફ-સફાઈ કરતી વખતે આપણે ઘણી વાર કેટલીક જૂની વસ્તુઓને ફરી સાચવીને મુકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓ પ્રત્યે તમારો લોભ, ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સકારાત્મકતાને ઓછું કરે છે તેનાથી બચવા માટે કેટલીક વસ્તુઓને ઘરમાંથી બહાર કરવું ખૂબ જરૂરી છે આવો જાણીએ લક્ષ્મી પૂજન પહેલા ઘરની કઈ-કઈ વસ્તુઓને ઘરની બહાર કરવી જોઈએ.
જો તમારા ઘરના કોઈ ખૂણામાં તૂટેલા કાચ મુકયો છે કે પછી બારીમાં તૂટેલા કાચ લાગેલ છે તો તેને તરત જ હટાવીને ઘરની બહાર કરો અને તેના સ્થન પર નવા કાચ લગાવો. ઘરમાં તૂટેલા કાચ અશુભ માનવામાં આવે છે.
બીજી વસ્તુ છે ખરાબ ઈલેક્ટ્રિક સામાન – જો તમારા ઘરમાં ખરાબ સામન પડ્યો છે તો તેને રિપેયર કરાવીને વાપરો કે પછી દિવાળી પહેલા તેને ઘરમાંથી બહાર કરવાનુ ભૂલશો નહી. ખરાબ પડેલ વીજળીનોસ આમાન તમારા આરોગ્ય અને સૌભાગ્યને બંને માટે અશુભ સાબિત થાય છે.
ક્યારેય ભૂલથી પણ કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે તસ્વીરની પૂજા ન કરવી જોઈએ. દુર્ભાગ્યને દૂર કરવા માટે દિવાળી પહેલા આવી ફોટો અને મૂર્તિયોને જરૂર કોઈ પવિત્ર સ્થાનમાં લઈ જઈને દબાવી દો.
આ દિવાળી પહેલા ઘરની અગાશી સાફ કરો અને પહેલાથી પડેલો ભંગારનો સામાન કે ન વપરાતો સામાન ઘરની બહાર કરો અને દિવાળીના 5 દિવસ અહી દિવો જરૂર મુકો વાસ્તુ મુજબ ઘડિયાળ આપણી પ્રગતિનુ પ્રતિક છે તો બીજી બાજુ બંધ પડેલી ઘડિયાળ ઉન્નતિમાં અવરોધ્છે. તેથી જો ઘરમાં ખરાબ ઘડિયાલ છે તો દિવાળી પહેલા જરૂર તેને ઘરમાંથી બહાર કરો.
દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરતી વખતે જૂના જૂતા ચંપલ જેનો તમે વપરાશ ન કરતા હોય તેને ફેંકી દો. ફાટેલા જૂના ચપ્પલ ઘરમાં નકારાત્મકતાઅને દુર્ભાગ્ય લાવે છે. ક્યારેય તૂટેલા વાસણનો પ્રયોગ ન કરવો જોઈએ. આ દિવાળી પર તમે બધા વાસણ જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરી રહ્યા કે પછી તે તૂટેલા છે તો તેને ઘરમાંથી બહાર કરો. આવા વાસણ ઘરમાં લડાઈ ઝગડાનું કારણ બને છે.જો ઘરમાં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરની બહાર કરો. વાસ્તુ મુજબ તૂટેલી તસ્વીરોથી ઘરનુ વાતાવરણ પ્રભાવિત થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલુ ફર્નીચર રાખવુ અશુભ માનવામાં આવે છે. ઘરનુ ફર્નીચર એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરમાં તૂટ ફુટ ખરાબ અસર નાખે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલો અરીસો મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તનાવનો સામનો કરવો પડે છે.
વાસ્તુદોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી ઘરમાં વાસ્તુદોષ થાય છે. ત્યાં પૈસાની ઉણપ બની રહે છે આથી આ દોષોનું નિવારણ લક્ષ્મી પૂજન પહેલા કરો.
ઘરમાં ભારે સામાન અને બિનજરૂરી વસ્તુઓ ઘરના દક્ષિણ્-પશ્ચિમ ભાગમાં મૂકવી જોઈએ. બીજા કોઈ સ્થાન પર ભારે સામાન મૂકવૂ વાસ્તુ મુજબ અશુભ ગણાય છે. ઘરમાં બાથરૂમ અને રસોડા માટે પાણીની સપ્લાઈ ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ. જો તમારા ઘરમાં કોઈ તૂટેલા ફોટા હોય તો એને પણ તરત ઘરમાંથી દૂર કરો. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જો ઘરમાં કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ છે કે તૂટેલી છે તો એને પણ ઘરમાંથી બહાર કરો.