આજે અમે તમને ઘરની તૈયારીઓ માટે અમુક ખાસ વાતો જણાવીશું જેનાથી તમે તમારા ઘરને સારી રીતે શણગારી શકશો અને દિવાળીનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.
1. ઘરને ગલગોટાના ફૂલથી શણગારી શકો છો. ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી જરૂર બનાવો અને તેની ચારે બાજુ ડિઝાઇનવાળા દીવડાઓ પ્રગટાવો. જો તમને રંગોળી બનાવતા નથી આવડતું તો બજારમાં ઘણા પ્રકારના રંગોળીના સ્ટીકર્સ પણ મળે છે તેને પણ તમે રંગોળીની જગ્યા પર ચોંટાડી શકો છો.
2. દરવાજા પર
તોરણ ચોક્કસ લગાવો. બજારમાં ઘણા પ્રકારના તોરણ ઉપલબ્ધ છે આ સિવાય તમે જાતે જ ફૂલ
અને લીલા પાનથી તોરણ તૈયાર કરી શકો છો.
3. ઘરના
ઈન્ટિરીયમાં સજાવટી વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે. ઘરની સજાવટ માટે દીવાલો પર
પેઈન્ટીંગ અને વોલ આર્ટ પણ લગાવી શકો છો. રૂમના દરેક ખૂણામાં અરોમા થૈરેપીના કૈંડલ
જરૂર લગાવો. તે રૂમને સુંદર બનાવાની સાથે સાથે ઘરમાં એક હલકી સુગંધ પણ વિખેરે છે.
4. ઘરના શણગાર માટે લાઈટ તેમજ લૈમ્પનો પણ પ્રયોગ કરી શકો છો. લૈમ્પમાં હેંગિંગ તેમજ ફ્લોર પરના ઘણા લેમ્પ ઉપલબ્ધ છે, જે લાકડા, કાંચ, પેપર, કપડાં વગેરેથી બનેલા હોય છે.
5. દિવાળી પર રંગોળીતો બનતી જ હોય છે. પણ જો તમે દરેક વખતની ફૂલોની કે રંગોની રંગોળીથી થાકી ગયા છો તો આ વખતે ક્રિસ્ટલ અને બીડ્સ ની રંગોળી બનાવી જુઓ, તે એકદમ અલગ દેખાશે. માર્કેટમાં રેડીમેડ રંગોળીઓ પણ મળે છે, કે પછી તમે ઈચ્છો તો તેને ઘરે જાતે જ બનાવી શકો છો. તેમાં દીવડાઓ અને ગણેશજીની મૂર્તિ પણ શણગારી શકો છો.
6. દિવાળીના દિવસે પૂજાની થાળીનું પણ એક અલગ જ મહત્વ હોય છે. તમે તમારા મંદિરને શણગારો, તેમાં રાખેલી મૂર્તિઓને શણગારો અને છેલ્લે આરતીની થાળીને રંગબેરંગી કપડા, તારલા, ફૂલો વગેરેથી શણગારો.