દિવાળીની રાત્રે આ ચાર જાનવર આપે છે શુભ સંકેત

દિવાળીનો તહેવાર આવતા જ દરેક જગ્યાઓ પર ધૂમ મચાવા લાગે છે. આ એક એવો તહેવાર છે જે હિંદુઓનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. પણ તેને આપણા દેશમાં દરેક ધર્મના લોકો ખુબ ધામધૂમથી ઉજવે છે. હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે ભગવાન રાવણ પર વીજય મેળવીને અયોધ્યામાં પરત ફર્યા ત્યારે ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે દિવા પ્રગટાવ્યા હતા. તેથી દિવાળીના દિવસે દિવા પ્રગટાવવનું મહત્વ છે.

આ દિવસે ગણેશ ભગવાન અને માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દિવાળી ના સમયે અમુક એવા સંકેત મળે છે, જેનાથીએ જાણ થાય છે કે માતા લક્ષ્‍મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.માનવામાં આવે છે કે આ દિવસે તમને જો આ ત્રણ જાનવરો જોવા મળી જાય તો સમજી લો કે તમારી પાસે માતા લક્ષ્‍મી ની કૃપા પ્રાપ્ત થવાની છે. શું તમને ખબર છે કે આ ત્રણ જાનવરો ક્યાં ક્યાં છે?

૧. રાતના સમયે ઘુવડ દેખાઈ આવે:જેવું કે તમે બધા જાણો છો કે નવરાત્રીના સમયે ઘુવડનું દેખાવું શુભ સંકેત માનવામાં આવે છે તેવી જ કંઈક માન્યતા દિવાળીની પણ છે. તમને જણાવી દઈએ કે ઘુવડ હંમેશા રાતના અંધારામાં જ નીકળે છે અને દિવાળીવાળા દિવસે તમને ક્યાંય પણ અંધારું જોવા નહિ મળે. છતાં પણ તમને જો ક્યાંય ઘુવડ જોવા મળે તો સમજી જાવ કે તમારા ઘરમાં માં લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થવાની છે.

૨. ગરોળી:તમે વિચારી રહ્યા હશો કે આવું થવું તો સામાન્ય છે કેમ કે ગરોળી સામાન્ય રીતે પણ ઘરની દીવાલો પર જોવામાં આવતી હોય છે. પણ એ ખુબ જ ઓછું બનતું હોય છે કે દિવાળી ના દિવસે તમને ગરોળી દીવાલ પર જોવા મળે. તેની સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે પણ સૌથી મોટી વાત એ છે કે જો તમને દિવાળી ના દિવસે જ દીવાલ પર ચાલી રહેલી ગરોળી જોવામાં આવે તો તમને નિશ્ચિત જ ધન લાભ થાશે અને લક્ષ્‍મી નું તમારા ઘરમા આગમન થવું નિશ્ચિત છે.

૩. બિલાડી દેખાવી શુભ:આપણા દેશમાં એવી ઘણી માન્યતાઓ છે જે ખાસ સમય માટે જ હોય છે. જો તમને સામાન્ય દિવસોમાં બિલાડીનું દેખાવું કે રસ્તા વચ્ચે દેખાવું અશુભ સંકેત માનવામાં આવે છે. પણ જો આ જ બિલાડી તમને દિવાળીના દિવસે જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

૪. છછૂંદર: તમે તમારા ઘરમાં છછૂંદરને પણ જોઈ હશે જે દેખાવમાં ઉંદર જેવી જ લાગતી હોય છે. માનવામાં આવે છે કે તેનું ઘરમાં દેખાવું શુભ સંકેત આપે છે. પણ જો તમને દિવાળી પર જ છછૂંદર દેખાઈ જાય તો તેનાથી તમને ધનલાભ થવાની પુરેપુરી સંભાવના છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer