ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય વાયુસેના (IAF) સાથેની ભાગીદારીમાં ઓડિશાના દરિયાકાંઠે એક પ્લેટફોર્મ પરથી સ્વદેશી રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બ (LRB)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
સ્વદેશી નિર્મિત ગાઈડેડ બોમ્બ રેન્જને આવરી લે છે અને ચોકસાઈ સાથે લક્ષ્યને સાધે છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટમાંથી મુક્ત થયા પછી, લાંબા અંતરનો બોમ્બ ચોક્કસ રીતે લક્ષ્ય પર ઉતર્યો હતો.”
Successful Flight Test of Long Range Bomb by #DRDO & #IAF https://t.co/zoHq7ajHXk
— DRDO (@DRDO_India) October 29, 2021
બોમ્બને ટ્રેક કરવા માટે EOTS (ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ), ટેલિમેટ્રી અને રડાર સહિત વિવિધ રેન્જ સેન્સર્સ. ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેન્જ સેન્સર્સ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) માં સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. “LRBના સફળ અજમાયશએ આ વર્ગની પ્રણાલીઓના સ્વદેશી વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે,”
લાંબી રેન્જના બોમ્બને અન્ય DRDO પ્રયોગશાળાઓ સાથે મળીને હૈદરાબાદની DRDO પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર ઈમરત (RCI) દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ ઉડાન પરિક્ષણમાં સામેલ ડીઆરડીઓ, આઈએએફ અને અન્ય ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા અંતરના ગાઈડેડ બોમ્બ ભારતીય સશસ્ત્ર દળો માટે એક શક્તિશાળી બળ તરીકે સાબિત થશે.