કલા અને સ્થાપત્યના અદ્ભૂત સમન્વયથી દુનિયાને ઘણી-બધી બેનમૂન અને નયનરમ્ય ઈમારતો મળી છે. જોકે, કેટલાક સાહસપ્રિય ઈજનેરો તેમની આગવી કલાસૂઝ અને કુશળતાથી દુનિયાને વિચિત્ર લાગે તેવી અનોખી ઈમારતો તૈયાર કરતાં હોય છે.
ઈમારતોની ડિઝાઈનની પરંપરાને તોડીને કંઈક નવું – લોકોનું ધ્યાન ખેંચે તેવું બનાવવાના પ્રયાસ વિશ્વભરમાં થઈ રહ્યા છે. બાળકોની કલ્પનાઓને પાંખો આપતાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સથી માંડીને વિજ્ઞાનની કાલ્પનિક કથાઓમાં જોવા મળતા આકારોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલી કેટલીક ઈમારતો તો હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે.
તેમ માની જ શકાય તેમ નથી. કોઈએ તોડી-મરોડી દીધેલા પ્લાસ્ટિક જેવી એક પોલેન્ડમાં બનાવવામાં આવેલી ઈમારતને લોકો પહેલી દ્રષ્ટીએ જો કમ્પ્યૂટરની કારીગરી જ માની બેઠા હતા ! ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવેલુંએક ઘર ‘અ ગાર્બેલ રન’ની યાદ અપાવે તેવું છે.
બુલ્ગારિયાના સ્નેલ હાઉસ પણ બાળકોને રોમાંચિત કરી દે તેવું છે. જ્યારે ખડકને કોતરીને તેમાં જાણે બારી-બારણા ફિટ કરાવ્યા હોય તેવું બેલ્જીયમના મકાને પણ તેના અનોખા રૂપરંગને કારણે નેટીસનું ધ્યાન ખેંચ્યુ હતુ. ઈજીપ્તના પીરામીડોના શોખીને તેનું ઘર પણ ગીઝાના જાણીતા પીરામીડના આકારમાંથી પ્રેરણા લઈને તૈયાર કર્યું હતુ.
આ ઉપરાંત પણ વિવિધ ચિત્ર-વિચિત્ર આકાર ધરાવતા મકાનો-ઈમારતોને પણ ભારે આવકાર મળ્યો હતો. સોશિયલ મીડિયાએ જ્યારે આખી દુનિયાને એક પ્લેટફોર્મ પર જોડી દીધી છે, ત્યારે અનોખા અને રસપ્રદ આકારો ધરાવતી ઈમારતોની કેટલીક તસવીરો વાઈરલ થઈ રહી છે.