એક એવું ગામ કે જ્યાં હનુમાનજીની પૂજા નથી કરવામાં આવતી, જાણો તેની પાછળની હકીકત

ઉતરાખંડ ભગવાન હનુમાનને લઈને પાછળના દિવસોમા ઘણા વિવાદ જોવા મળે છે. કોઈએ તેને દલિત કહ્યા, કોઈએ મુસલમાન, કોઈએ ખેલાડી, પણ હકીકત તો એ છે કે ભારતમાં તેની પૂજા કરવામાં આવે છે. પણ ખુબ ઓછા લોકો જાણે છે કે આપણા ભારતમાં જ એક જગ્યા એવી છે જ્યાં હનુમાનજીની પૂજા નથી થતી. એવું એટલા માટે છે કે અહીના નિવાસી હનુમાનજી દ્વારા કરેલા એક કામથી આજ સુધી નારાજ છે તે જગ્યા છે ઉતરાખંડમા સ્થિત દ્રોણાગીરી ગામ.   

દ્રોણાગીરી ગામ ઉતરાખંડના સીમાંત જનપદ ચમોલીના જોશીમઢ વિકાસ ખંડ જોશી મઢ નીતિ માર્ગ પર છે. આ ગામ લગભગ ૧૪૦૦૦ ફૂટની ઉચાઇ પર સ્થિત છે. અહીના લોકોનું માનવું છે કે હનુમાનજી જે પર્વતને સંજીવની બુટી માટે ઉઠાવીને લઈ ગયા હતા, તે અહી જ સ્થિત હતો. અને દ્રોણાગીરીના લોકો તેની પૂજા કરતા હતા એટલે તે હનુમાનજી દ્વારા પર્વત લઇ જવાના કારણે આજ પણ ત્યાં તેની પૂજા નથી થતી. ત્યાં સુધી કે અહી લાલ ઝંડો લાગવાની પણ પાબંધી છે.

દ્રોણાગીરી ગામના નિવાસીઓ અનુસાર જયારે હનુમાનજી બુટી લેવા માટે તે ગામમાં પહોચ્યા તો તે ભ્રમમાં પડી ગયા હતા તેને કઈ સમજાતું ન હતું કે ક્યાં પર્વત પર સંજીવની બુટી હોઈ શકે? ત્યારે ગામમાં તેને એક વૃદ્ધ મહીલા મળી તેને પૂછ્યું કે સંજીવની બુટી ક્યાં છે? તેણે દ્રોણાગીરી પર્વત પર ઈશારો કર્યો. તે ઉડીને તે પર્વત પર ગયા પણ તેને કઈ સંજીવની બુટી છે તે ખબર ના પડી.

તે ફરી ગામમાં ગયા અને વૃદ્ધાને તે બુટીવાળી જગ્યા પૂછવા લાગ્યા. જયારે તેને પર્વત બતાવ્યો તો હનુમાનજી તે પર્વતના નાના એવા ભાગને ઉઠાવી ઉડી ગયા. કહેવાય છે કે જે મહિલાએ હનુમાનજીને તે પર્વત બતાવ્યો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આજ પણ તે ગામના આરાધ્ય  દેવ પર્વતની પૂજા પર લોકો મહિલાઓના હાથનું આપેલું નથી ખાતા અને મહિલા પણ તે પૂજામાં ભાગ નથી લઇ શકતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer