દુનિયાભરમાં બધા લોકો એ વાત જાણે છે કે દ્રોપદીએ ક્યારેય ચુપ રહેવામાં વિશ્વાસ કર્યો ના હતો અને એમણે ધૃતરાષ્ટ્ર પાસે ન્યાય પણ માંગ્યો હતો પરંતુ કંઈ થયું નહિ. એ પછી એણે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને એના પતિઓ જેવા મહાન યોદ્ધાઓની પણ નિંદા થઇ જે ચીર-હરણ દરમિયાન દ્રૌપદીને પણ અપમાનથી બચાવી શક્યા ન હતા. એવામાં આજે અમે દ્રોપદી વિશેની કેટલીક રોચક વાતો કહેવા જઈ રહ્યા છીએ જે ખુબ ઓછા લોકો જાણે છે.
કહેવાય છે કે દ્રોપદી યુવા અવસ્થામાં જ પૈદા થઇ હતી, તેથી એનું બાળપણ હતું નહિ. મહાભારતમાં જણાવ્યા અનુસાર દ્રોપદીનો જન્મ મહારાજ દ્રુપદને ત્યાં યજ્ઞકુંડ માંથી થયો હતો અને કહેવાય છે આજના દક્ષીણ ભારતમાં દ્રોપદી કાળી રૂપમાં હતી, જે અભિમાની કૌરવોને નાશ કરવા માટે કૃષ્ણની સહાયતા કરવાના હેતુથી દ્રોપદીના રૂપમાં આવી હતી.
એવું પણ કહેવામાં આવે છે કે પાંડવોના નિયમ અનુસાર જયારે પણ કોઈ એક ભાઈ દ્રૌપદીની સાથે એકાંતમાં રહેશે તો બીજો ભાઈ કક્ષમાં પ્રવેશ નહિ કરશે, એની સાથે એના માટે નિયમ હતો કે દ્રૌપદીની સાથે પાંડવની પાદુકાઓ કક્ષની બહાર રહેશે જે અન્ય ભાઈઓને સૂચિત કરશે કે કોઈ એક ભાઈ કક્ષમાં મૌજુદ છે.
કહેવામાં આવે છે દ્રૌપદીને એવું વરદાન મળેલું હતું કે તે પોતાનું કૌમાર્ય પાછુ લઇ શકે છે, એવામાં દ્રૌપદી એક પતિ પાસેથી પછી બીજા પતિની પાસે જતા પહેલા અગ્નિ સ્નાન કરતી હતી અને એને કૌમાર્ય ફરીથી મળી જતું હતું. આ રીતે દ્રોપદી પોતાને ફરીથી પવિત્ર કરી લેતી હતી.
કહેવામાં આવે છે એક વાર જયારે ભીમ-હિડિમ્બા નો પુત્ર ઘટોત્કચ એમના પિતાના રાજ્યમાં ભ્રમણ કરવા આવ્યો હતો તો એણે એમની માં હિડિમ્બા ના કહેવા અનુસાર દ્રૌપદીને સમ્માન ન આપ્યું અને દ્રૌપદીએ એને ઓછી ઉમર થવાનો શ્રાપ આપી દીધો હતો.
આમ દ્રૌપદીને પાચ પતિઓ હોવા છતાં એ એક શુદ્ધ અને પવિત્ર સ્ત્રી હતી, કારણકે દ્રૌપદીને મળેલા વરદાનથી તે તેના પાંચમાંથી કોઈ પણ એક પતિ પાસે થી બીજા પતિ પાસે જાય એ પહેલા અગ્નિ સ્નાન કરી લેતી હતી તેથી તે ફરી પાછી પવિત્ર બની જતી હતી.