ગુજરાતમાં ડ્રગ્સ ના રવાડે ચડેલી પ્રતિષ્ઠિત અને નામદાર પરિવારોની યુવતીઓને ધકેલાય છે દેહવ્યાપાર માં, ચોંકાવનારા ખુલાસા માં બહાર આવ્યું આઘાતજનક સત્ય..

ગુજરાત રાજ્યના મોટા સિટી જેવા કે વડોદરા , સુરત , રાજકોટ અને અમદાવાદમાં ડ્રગ્સ તથા નશાખોરીની માયાજાળ ખૂબ ઊંડી અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે. ત્યાં સુધી કે યુવાનો એકવાર આ જાળમાં ફસાય અને નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમની પાસે પેડલર તરીકે ડ્રગ્સ-ડીલરો કામ કરાવવામાં આવે છે.

આથી પણ ચોંકાવનારું સત્ય એ છે કે યુવતીઓ ડ્રગ્સના નશામાં સપડાય અને પૈસા ન હોય તો તલબ પૂરી કરવા તેઓ દેહ વ્યાપાર ના ધંધા માં જાઈ છે. પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ પરિવારની યુવતીઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને ડ્રગ્સ-ડીલરો રીતસરનું સેક્સ રેકેટ ચાલુ કરે છે.

અમદાવાદની એક જાણીતી કંપનીના માલિકની દીકરી જ આનું ઉદાહરણ છે. લાખોની આવક ધરાવતા આ માલિકની દીકરી કોઈ રીતે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ. હાલત એવી થઈ કે ડ્રગ્સની લત પૂરી કરવાના પૈસા તેની પાસે નહોતાં .

ડ્રગ્સ-ડીલરોને કઈક વિનંતીઓ કરી પણ મફતમાં તે કાંઈ નશો થાય. છેવટે આ યુવતીને ડ્રગ્સ-ડીલરોના ઈશારે શરીર વેચવાનો વારો આવ્યો. હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટમાં એક કંપનીના માલિકને તેની દીકરીનું નામ કેવી રીતે જોડાઈ ગયું એની તેને ખબર પણ ન હતી.

હવે ગુજરાત રાજ્ય પોલીસે ડ્રગ્સના રવાડે ચઢીને શરીર વેચવા મજબૂર થયેલી આવી દીકરીઓને બચવવાનું બીડું ઝડપ્યું છે. શહેર પોલીસના ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે આ ઝુંબેશની આગેવાની કરી છે. જુલાઈ 2020થી આ રીતે શરીર આપવા મજબૂર બનેલી 48 દીકરીને તેઓ આ રેકેટમાંથી બચાવી લીધી છે.

આજે તેમાંથી ઘણી દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેમનું જીવન ન બગડે એ માટે એમાં ફરિયાદ કે કાયદેસર કાર્યવાહી થઈ નથી. જોકે આ રેકેટનાં મૂળ સુધી જવા માટેના સતત પ્રયાસો ચાલુ જ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મીટીંગ થઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer