ઉતરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે. અહિયાં બધી ગલીમાં મંદિરોની ભરમાર છે. હિંદુ ધર્મ અનુસાર ૩૩ કરોડ દે-દેવતા છે. પરંતુ ઉતરાખંડમાં આ સંખ્યા એનાથી પણ ઘણી વધારે થઇ જાય છે. કારણ કે અહિયાં ભુમીઓ દેવતાને લઈને ગ્વેલ દેવતા, ગ્રામ દેવતા અને કુળ દેવતાઓની પણ માન્યતા છે. આ તે જમીન છે, જ્યાં મહાભારતના ‘ખલનાયક’ દુર્યોધન અને દાનવીર કર્ણને પણ પૂજવામાં આવે છે.
ઉતરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં દુર્યોધન અને કર્ણનું મંદિર છે. દુર્યોધનનું મંદિર અહિયાંના નેતવાર નામની જગ્યાથી 12 કિમી દુર ‘હર કી દુન’ રોડ પર સ્થિત સૌર ગામ માં છે. દહેરાદુનથી લગભગ ૯૫ કિમી દુર ચકરાતા અને ચકરાતાથી લગભગ ૬૯ કિમી દુર નેતવાર ગામ છે. જેમ કે કર્ણ મંદિર નેતવારથી લગભગ દોઢ માઈલ દુર સારનોલ ગામમાં છે.
સારનોલ અને
સૌર ગામ ની આ ભૂમિ ભૂબ્રુંવાહન દ્વાપરયુગ માં કોરવો અને પાંડવો ની વચ્ચે મહાભારત
યુદ્ધ નો હિસ્સો બનવા માંગતો હતો. આ ઈચ્છા માટે તે પૃથ્વી પર આવ્યો,પણ ભગવાન કૃષ્ણએ ચતુરાઈપૂર્વક તેને
યુદ્ધમાંથી કાઢી નાખ્યા. ભૂબ્રુંવાહન
કોરવો ની બાજુ થી યુદ્ધ માં શામિલ થવા માંગતા હતા અને કૃષ્ણ ને અંદાજ હતો કે
ભૂબ્રુંવાહન અર્જુન ને પસંદગી આપી શકે છે.એટલા માટે એણે ભૂબ્રુંવાહનને એક પસંદગી
આપી.
કૃષ્ણ એ ભુબ્રુવાહન ને એક જ તીર થી એક વૃક્ષ ના બધા પાંદડા ને વેધનની ચુનોતી આપી.આ વચ્ચે કૃષ્ણ એ એક પાંદડું તોડીને એના પગ ની નીચે દબાવી દીધું.ભુબ્રુવાહન નું તીર વૃક્ષ પર મોજુદ બધા પાંદડા ને વેધન પછી કૃષ્ણ ના પગ ની બાજુ વધી રહ્યું હતું.ત્યારે એણે એનો પગ હટાવી લીધો.કૃષ્ણ કોઈ પણ પ્રકારે ભુબ્રુવાહન ને યુદ્ધ થી દુર રાખવા માંગતા હતા અને એને નિષ્પક્ષ રહેવાનું કીધું.નિષ્પક્ષ રહેવાનો અર્થ યુદ્ધ થી દુર રહેવાનું હતું અને મહાભારત ના યુદ્ધ થી દુર રહેવું કોઈ પણ યોદ્ધા ને મંજુરી હોતી નથી.એટલા માટે કૃષ્ણ એ ભુબ્રુવાહન નું માથું એના ધડ થી અલગ કરી દીધું.
ઉતરાખંડ સરકાર ની વેબસાઈટ થી લીધેલા કર્ણ ના મંદિર નું સ્કેલેટ કૃષ્ણ એ યુદ્ધ શરૂ કર્યું તે પહેલા ભુબ્રુવાહન ના વડા ને ધડ થી અલગ કરી નાખ્યું, પરંતુ એને યુદ્ધ જોવાની ઈચ્છા ચાલુ રાખી અને ભગવાન કૃષ્ણ એ એની ઈચ્છા પૂરી કરી. એમને ભુબ્રુવાહન ના માથા ને અહિયાં એક ઝાડ પર લટકાવી દીધું અને એને અહિયાથી મહાભારત નું પૂરું યુદ્ધ જોયું.સ્થાનીય લોકો નું કહેવું હતું કે જયારે જયારે પણ મહાભારત ના યુદ્ધ માં કોરવો ની રણનીતિ વિફળ થાય ,જયારે જયારે પણ એને હાર નું મો જોવું પડે ત્યારે ભુબ્રુવાહન જોર જોર થી અવાજ કરીને એને રણનીતિ બદલવા માટે કહેતા હતા.તે રડતા હતા અને આજે પણ રડે જ છે.
માન્યતા તો એ પણ છે કે ભુબ્રુવાહન ના આ જ આંસુઓ થી અહિયાં તમસ અથ ટોસ નામ ની નદી બની છે.આ જ કારણ છે કે આજે પણ આ નદી નું પાણી કોઈ પીતું નથી.દુર્યોધન અને કર્ણ બંને ભુબ્રુવાહન ના મોટા પ્રશંસક હતા.અહિયાં ના સ્થાનીય લોકો અત્યારે પણ એની વીરતા ને સલામ કરે છે અને એની પ્રશંસા માં ગીત ગાવામાં આવે છે,અહિયાં ના લોકોએ ભુબ્રુવાહન ના મિત્ર કર્ણ અને દુર્યોધન ના મંદિર બનાવેલા છે.દુર્યોધન નું મંદિર સૌર ગામ માં, જયારે કર્ણ નું મંદિર સારનોલ ગામ માં છે.એટલું જ નહિ આ બંને આ ઇલાકા ના ક્ષેત્રપાલ પણ બની ગયા છે.