છેલ્લા ઘણા સમયથી અનુપમા શો એ ઘણા બધા લોકોને શૉ જોવા માટે જકડી રાખ્યા છે.. ટીઆરપી ની લિસ્ટમાં પણ આ શૉએ પોતાનું સ્થાન હંમેશા ઊંચું જ રાખ્યું છે. દરેક ટીવી સિરિયલો કરતા આ ટીવી સીરીયલ નંબર વન છે..
ટીવી સિરિયલ નો કોઈ પણ શો અનુપમાંને હરાવી શક્યો નથી પરંતુ અનુપમાને ટક્કર આપવા માટે એક નવો જ શો ચાલુ થયો છે જેનું નામ છે દૂસરી માઁ. તાજેતરમાં જ આ શૉ નું એક ટ્રેલર બતાવવામાં આવ્યું છે જેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખડપડાડ મચાવી નાખ્યો છે. તેની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર પણ શરૂ થઈ ગઈ છે.
દુસરી માઁ નું ટ્રેલર જોયા બાદ લોકો એવી અટકડો લગાવી રહ્યા છે કે આ શો ટીઆરપી ના મામલે બધાજ શૉ ને પાછળ પાડી દેશે.. &tv પર થોડા સમયમાં આ શો ચાલુ થવા જઈ રહ્યો છે.. તેની સ્ટોરી એવી છે કે જેમાં પોતાના પતિના ગયા પછી તેના સાવકા પુત્ર સાથે એકલા જ રહેવું પડે છે..
View this post on Instagram
&TVએ તાજેતરમાં જ આ શોનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે એક હસતા પરિવારથી શરૂ થાય છે અને ટ્રેલરનો અંત એક મોટા પ્રશ્ન સાથે થાય છે કે પતિના વિદાય પછી અને તમામ ઉંમરના તમામ ટોણા વચ્ચે એક મહિલા તેના સાવકા પુત્ર સાથે કેવી રીતે જીવશે?
શોનો પ્રોમો સામે આવ્યા બાદ લોકોમાં પણ ઉત્સુકતા છે કે આ શો અન્ય શો કરતા કેટલો અલગ હશે. શોના પાત્રોનું નામ યશોદા અને કૃષ્ણ હશે, જેનું ભાગ્ય તેમને એકસાથે લાવશે.
શોનો પ્રોમો રીલિઝ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે : યશોદા ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એક બાજુ તેના પતિ દ્વારા મળતી છેતરપિંડી તેમજ તેમનું બાળક અને બીજી તરફ તેનું આત્મસન્માન.. શું યશોદા તેના દીકરા કૃષ્ણને સ્વીકારશે?? તો તે તેની બીજી માતા બનશે?? આ જન્માષ્ટમીએ આ યુગની યશોદા માતા ને મળીશુ.. આ શૉ 20 સપ્ટેમ્બરથી સોમ થી શુક્ર ફક્ત &tv પર જોવા મળશે…