એક એવી જગ્યા જ્યાં થાય છે ભગવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ, આપવામાં આવે છે સજા પણ, જાણો વિગતવાર 

કહેવાય છે કે માણસ જયારે પણ કોઈ પરેશાનીમાં હોય છે તો તે ભગવાનને યાદ કરે છે અને એની પાસે મદદ માંગે છે. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે ભગવાન પણ જો દિલથી કોઈ માણસ બોલાવે તો એની જરૂર સાંભળે છે.  પરંતુ ઘણી વાર એવું થાય છે કે ભગવાન પણ આપની વાતને નથી સાંભળતા. જેનાથી માણસ નારાજ થઇ જાય છે અને ભગવાનને સંભળાવવા લાગે છે.

પરંતુ દોસ્તો આજે આ આર્ટીકલના માધ્યમથી અમે તમને એક એવી જગ્યાની વિશે બતાવી રહ્યા છીએ જ્યાં તમે ભગવાનની સામે પણ ફરિયાદ દાખલ કરાવી શકો છો. ભગવાન સામે કોઈ પણ દલીલ સાંભળવા માટે કોર્ટ અહિયાં છે.

અને ભગવાન પર લાગેલા અપરાધોને સાંભળવામાં આવે છે.  ચોંકાવવા વાળી વાત તો એ છે કે ભગવાન પર આરોપ સાબિત થઇ ગયા પછી એને પણ સજા આપવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આ સજામાં મંદિરથી નિષ્કાષિત કરવાને લઈને મૃત્યુદંડ સુધીની સજાનું પ્રાવધાન છે.  આ અજીબ પ્રકારનું મંદિર છત્તીસગઢના વસેલા જીલ્લા સ્થિત કેશ્કાલ નગર સ્થિત છે. જેને ભંગારામ દેવીનું મંદિર કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે આ અનોખા મંદિરમાં દર વર્ષે ભાદરવામાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.  આ વિસ્તારના નવ પરગનાના ૫૫ ગામોમાં સ્થાપિત મંદિરોની હજારો દેવી-દેવતાઓની આરાધના કરવામાં આવે છે.

દરેક વર્ષે આયોજિત થતી આ કોર્ટમાં લોકો એમના ભગવાનને અહિયાં રજુ કરે છે.  અહિયાં આવેલા લોકો ભંગરામ દેવીને ફરિયાદ કરે છે કે એને ન્યાય મળે. એના પછી ભંગરામ દેવીના પુજારી બેભાન થઇ જાય છે.

કહેવામાં આવે છે કે અહિયાં માતાની આત્મા પૂજારીની અંદર પ્રવેશ કરે છે. જેના પછી તે પુજારી દ્વારા લોકોનો ફેસલો સંભળાવે છે. જણાવી દઈએ કે અહિયાં પર ભગવાનને મૃત્યુ દંડ દેવા પર એની મૂર્તિને ખંડિત કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer