શ્રાવણ માસમાં લોકોની આસ્થા સાથે થઇ રહી છે છેતરપીંડી, જો તમે પણ બહારની ફરાળી વસ્તુ ખાવા માટે જઈ રહ્યા હોય તો ચેતી જ જજો…

શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. લોકો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરતા હોય છે અને ઉપવાસ પણ રાખતા હોય છે. આથી શ્રાવણ મહિનામાં લોકો ફરાળી વાનગી પણ ખાતા હોય છે. જો તમે પણ શ્રાવણ મહિનો કર્યો હોય અને બહારથી ફરાળી વાનગી ખાતા હોય તો ચેતી જજો.હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ફરાળી પેટીસ મકાઈના લોટમાંથી બનાવવામાં આવતી હતી..

ઉદ્યોગોમાંથી વપરાતા લોટની ફરાળી પેટીસ બનતી આ કિસ્સો રાજકોટનો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યાં જલારામ ચોકમાં પેટીસ બનાવતા એક દુકાન ઉપર દરોડા પાડ્યા હતા. ત્યાં જાણવા મળ્યું હતું કે ફરાળી પેટીસ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. ઉદ્યોગમાં વપરાતા લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હતી.

તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે રાજકોટના જલારામ ચોકમાં બનતી ફરાળી પેટીસ મકાઈના લોટમાંથી બનતી હતી. તેઓએ પૈસા કમાવાના હેતુથી લોકોની આસ્થા સાથે ચેડા કર્યા હતા સાથે આરોગ્ય સાથે પણ ચેડા કર્યા હતા. જો તમે પણ શ્રાવણ મહિનો કર્યો હોય અને બહારથી ફરાળી પેટીસ લાવતા હોય તો ચેતી જ જજો. નહીં તો આ જુઠ્ઠા વેપારીઓ તમારા ઉપવાસ અને આસ્થાને નષ્ટ કરી નાખશે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે પેટીસ ઉદ્યોગમાં વપરાતા લોટમાંથી બનાવવામાં આવતી હતી.

વેપારીઓ આજકાલ પૈસા કમાવાના હેતુથી લોકોની આસ્થા સાથે ચેડાં ડા કરી રહ્યા છે. તેમજ તેમના હેલ્થ સાથે પણ ચેડા કરી રહ્યા છે. પૈસા ખર્ચ્યા પછી પણ લોકોને સારું જમવાનું મળતું નથી. શ્રાવણ જેવા પવિત્ર માસમાં લોકોની આસ્થા સાથે ચેડાં કરનારા દુકાનોને સીલ કરી દેવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer