સુરતમાં જાહેરમાં એક યુવતીની એની મમ્મી અને ભાઈ સામે જ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. એ વીડિયો વાયરલ થયો હતો.આ હત્યાનો આરોપી ફેમિલી ગોયાણી નામનો યુવક જે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતો.
ગ્રીષ્માંના પરિવારને ન્યાય આપવા માટે કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ આ કેસમાં ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાક્ષીઓને બોલાવીને આ કેસની સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે એવું જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું.
આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ધરપકડના છ દિવસની અંદર જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હોય. આરોપી ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 2500થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરી હતિ.આ કેસમાં પોલીસે બધા જ 170 જેટલા સાક્ષીઓના ઘરે જઈને નિવેદન લીધા હતા.