મહામંત્ર ગાયત્રીનો મહિમા અપરંપાર છે, તેમાં પણ ચારવેદોમાં ગાયત્રીમંત્ર નું સ્થાન ખુબ ઉંચુ છે. એટલે તે સિધ્ધમંત્ર પણ ગણાયો છે. અનાદિકાળથી તેને ‘ ગુરૃમંત્ર’નું ઉપનામ મળ્યું છે. ગુરૃ દ્વારા શિષ્યોને આ મંત્રથી સંકલ્પ, શ્રદ્ધા તથા પ્રેરણાને પંથે જવાનો પ્રકાશ મળતો હોય છે. અશુભ તત્વને દૂર કરી, શુભતત્વનો માર્ગ દર્શાવે તે ગાયત્રીમંત્ર છે, જે ગાયત્રી ‘વેદમાતા’ પણ કહેવાય છે.
બ્રહ્માજી એ ગાયત્રીને ઉત્પન્ન કરતાં પહેલાં જ ગાયત્રી મંત્રની રચના કરેલી. જેના મંત્ર ઉચ્ચારણમાં એવા દિવ્ય, સુક્ષ્મ તરંગો ઉત્પન્ન થતા હોય છે. જેમાં ચાર વેદોનું સમસ્ત જ્ઞાાન સમાઈ જતું લાગે. વેદનો મુળ અર્થ થાય જ્ઞાાન. પ્રાચીન કાળનાં ભારતનાં રહસ્યજ્ઞાાન કે અધ્યાત્મ વિદ્યા જે ગ્રંથોમાં સંગ્રહીત થયું છે, તે ગ્રંથને વેદ કહે છે.
વેદ મૂલત: એક છે, પરંતુ મંત્રોના સ્વરૃપ અને વિષય પ્રમાણે ભગવાન વેદ વ્યાસે તેને ચાર ભાગમાં વિભાજિત કરેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચારેય ભાગનાં સદ્જ્ઞાાનમાં સમસ્ત પ્રાણ-માત્રની સર્વશક્તિ નિહિત થયેલી હોય છે.જે ગાયત્રી મંત્રના શબ્દે શબ્દોમાં રચાયો છે.
‘શ્રીમદ્ ભગવતગીતા ના ગાયત્રી છંદ સામ્યહ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ એ મહામંત્ર ગાયત્રીનું મોટું મહાત્મ્ય ગણ્યું છે. જેમાં જણાવ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છું. આ ગૂઢ મંત્રની ઉપાસના ખરેખર તો ભગવાન સૂર્યદેવની ઉપાસના જ છે. રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂરજ દેવતાને અદ્ય આપતાં, ગાયત્રીમંત્રનું ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરવાથી, સર્વ કષ્ટો, સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે.
તેથી જ આ મહામંત્રને બધી ઇચ્છા પૂરી કરનારી કામધેનું સમાન ગણવામાં આવે છે. આવા અભિન્નપદવાળા ગાયત્રીમંત્ર ને ભક્તિભાવ પૂર્વક રટવાથી સાધક પુણ્યનાં ભાગીદાર તો જરૃર બને છે, પણ એ સાથે તે પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ પણ ખોળી કાઢે છે. પ્રણતથી સંપૂટિત છ ઓમકારથી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો સાધક રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત તો કરે છે, પણ એ સાથે તે સાધુપદજયનાં અધિકારી પણ બને છે.
એવું મનાય છે કે ભગવાન શ્રી રઘુવીર રામચંદ્રજી પણ આ ગાયત્રીમંત્રની સૂર્યોપાસના કરતા. ગાયત્રી મહામંત્રનું એક નામ ‘ તારક મંત્ર’ પણ કહેવાયું છે. ‘તારક’ એટલે તારનાર, પાર ઉતારનાર. આ સંસાર રૃપી સાગરથી પાર ઉતારે, મોહમાયાનાં બંધનમાંથી મુક્ત કરે, આ ભવસાગરથી બેડો પાર લગાવે તે ગાયત્રીમંત્ર .
જે સંસ્કૃતની ભાષામાં અને ગાયત્રીના છંદમાં રચના થઈ છે. અહીં સૂર્ય- નારાયણ ભગવાનને પ્રાર્થનાનાં સૂરમાં પ્રણામ કરવામાં આવે છે. સદ્બુધ્ધિનાં દાતા અને પરમાત્માનાં પ્રતિનિદ્યિ એવા સૂર્યદેવતાને સંબોધન થાય છે, ‘હે પ્રભુ અમને સદ્બુધ્ધિ આપો. જેનાથી મારો ભૌતિક, અને પછી આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ થાય.
નિત્ય સુપ્રભાતે, બાલસૂર્યનાં રેલાતાં સોનેરી કિરણોમાં, અહર્નિશ ગાયત્રીનાં મંત્ર જાપ કરવા સાથે એકાગ્રચિત્તે સમર્પણભાવથી સૂર્યા પાસના કરનાર ભક્ત દિવ્યતાનો અનુભવ કરે છે. યજ્ઞાો પવિતનાં સંસ્કાર સમયે, બ્રાહ્મણનાં પુત્રને તેમનાં ગુરૃ દ્વારા કાનમાં ગાયત્રીમંત્રની દિક્ષા આપવાનો રિવાજ છે.
કેમકે ગાયત્રીમંત્ર ગુપ્ત મનાયો છે. જે પ્રતિદિન ગાયત્રીમંત્રની ત્રણ માળા કરે છે. તેમના પર માતા ગાયત્રીની કૃપા અવશ્ય ઉતરે છે. તેના કોઈપણ જાતનાં આવી પડતા સંક્ટમાંથી બચાવ તો થાય છે, પણ એ સાથે તેને મા ગાયત્રીનું રક્ષણ સદાય મળતું રહે છે અને સંસારનાં આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી શાતા અને મુક્તિ મળે છે.