ચમત્કારી છે ઉજ્જૈનનું ગઢકાલિકા માતાનું મંદિર

મધ્યપ્રદેશના ઉજ્જૈનના કાલીઘાટ સ્થિત કાલિકા માતાના પ્રાચીન મંદિરને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે. દેવીઓમાં કાલિકાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગઢ કાલિકાના મંદિરમાં કાલિકાના દર્શન માટે હઝારો લોકોની ભીડ લાગે છે. તાંત્રીકોની દેવી કાલિકાના આ ચમત્કારી મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નહિ જાણતું હોય, તેની સ્થાપના મહાભારતકાળમાં થઇ હતી, પરંતુ મૂર્તિઓ સતયુગ કાળથી છે. પછી આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવાનો ઉલ્લેખ મળે છે, સ્ટેટકાળમાં ગ્વાલિયરના મહારાજા એ તેના પુનનિર્વાણ કરાવ્યું. કાલીકાજીના આ સ્થાન પર ગોપાલ મંદિરથી સીધું અહી સુધી જઈ શકાય છે. અને ગઢ નામના સ્થાન પર હોવાથી ગઢ કાલિકા કહેવાયા. મંદિરના પ્રવેશ દ્વાર પર આગળ સિંહની પ્રતિમા છે

આમ તો ગઢ કાલિકાનું મંદિર શક્તિપીઠમાં શામિલ નથી, પરંતુ ઉજ્જૈન ક્ષેત્રમાં હરસિદ્ધિ શક્તિપીઠ હોવાના કારણે આ ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ઉજ્જૈન માં શિપ્રા નદીના કિનારે ભૈરવ પર્વત પર માં ભગવતી ના અંશો મળ્યા હતા. તેથી આ સ્થાન કાલિકા ના નામથી પ્રખ્યાત છે.

આ મંદિરની નજીક આવેલ ગણેશનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. એવી રીતે ગણેશ મંદિરની સામે પણ હનુમાન મંદિર છે. ત્યાં વિષ્ણુની સુંદર પ્રતિમા પણ છે. ખેતરની વચ્ચે ગોરા ભૈરવનું સ્થાન પણ છે. ગણેશજી ની નજીક જ થોડું દુર શીપ્રાણી પુનીત ધારા વહે છે. આ ઘટ પર અનેક સતીઓ ની મૂર્તિઓ છે. નદીના બીજા કિનારે ઉખરેશ્વર નામનું પ્રસિદ્ધ સ્મશાન પણ છે. અહી નવરાત્રીમાં લાગતા મેળા ઉપરાંત અલગ-અલગ સમય પર ઉત્સવો અને યજ્ઞો નું આયોજન થાય છે. માં કાલીકાના દર્શન માટે દુર-દુર થી લોકો આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer