અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે આવેલું છે. અહીં મોટા મોટા સાધુ સંતો તેમજ ભાવિકો દર વર્ષે એક અદ્ભુત ચમત્કાર જોવા માટે એકઠા થતા હોય છે. જે પણ 22 મે છે એટલે કે ઘણા લોકો આ ચમત્કાર જોવા માટે એકઠા થયેલા હતા. આ ઘટના વૈજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવી છે.
જૈન આરાધના ભવનમાં બપોરે બે વાગ્યે અને સાત મિનિટે સૂર્ય તિલક ની અલૌકિક ખગોળીય ઘટના ઘટી હતી આ નજારો ૧૯૮૭થી જોવા મળી રહ્યો છે તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે અને સાધુ-સંતો તેમજ વિજ્ઞાનથી જોડાયેલા લોકો પણ આ ઘટનાનું નીરક્ષણ કરવા માટે આવે છે.
અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે આવેલું છે. અહીં મોટા મોટા સાધુ સંતો તેમજ ભાવિકો દર વર્ષે એક અદ્ભુત ચમત્કાર જોવા માટે એકઠા થતા હોય છે. જે પણ 22 મે છે એટલે કે ઘણા લોકો આ ચમત્કાર જોવા માટે એકઠા થયેલા હતા. આ ઘટના વૈજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવી છે.
જૈન આરાધના ભવનમાં બપોરે બે વાગ્યે અને સાત મિનિટે સૂર્ય તિલક ની અલૌકિક ખગોળીય ઘટના ઘટી હતી .આ નજારો ૧૯૮૭થી જોવા મળી રહ્યો છે તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે અને સાધુ-સંતો તેમજ વિજ્ઞાનથી જોડાયેલા લોકો પણ આ ઘટનાનું નીરક્ષણ કરવા માટે આવે છે.
રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને અંતિમસંસ્કાર આ દિવસે અને આ સમયે આપવામાં આવ્યા હતા.
આ વખતે કરુણાની સ્થિતિને કારણે તમામ ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ , આ દર્શન તેમના માટે ઓનલાઈન youtube ચેનલ માં લાઈવ રાખવામાં આવ્યા હતા.