ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી શરૂ થઇ છે. પહેલા બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઇ છે. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
વોર્ડ-3માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મતથી આગળ છે. હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ જણાતી હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-20, કોંગ્રેસ-2 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થય રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ છે. આ ચૂંટણીનાં પરિણામ પરથી જ ભાજપની આગળની રણનીતિ નક્કી થશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા જેટલું મતદાન થયું હતું.
આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરાશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં જોવા મળશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.
વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાયા છે, જેમાં 70થી વધુનો સ્ટાફ હાજર રહેવાનો છે,
જ્યારે વોર્ડ નંબર – 3(સેકટર – 24,27, 28) અને વોર્ડ નંબર – 4(સેકટર – 20, 29, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી – 25)ની મતગણતરી સેકટર – 15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી શરૂ કરાશે.
લાઈવ પરિણામ : વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતાં મતગણતરી અટકી જઇ હતિ.. • વોર્ડ-3માં પેનલ તૂટી ગઈ, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત, ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાની હાર, વોર્ડ-9માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત, ભાજપ-20, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક માં લીડ મળી., • વોર્ડ-5માં ભાજપની પેનલનો વિજય થયો