જાણો શા માટે ગણેશજીએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું? ખુબ જ ઓછા લોકો જાણતા હશે આ કથા…

શું ક્યારેય તમે સાંભળ્યું છે કે ગણેશજી એ પણ સ્ત્રી રૂપ લીધું હતું? ભગવાન શિવ તેમજ માતા પાર્વતી ના પુત્ર ગણેશજી નું સ્ત્રી રૂપ પુરાણો માં નોધવામાં આવ્યું છે. વિનાયક ગણેશજી ના આ સ્ત્રી રૂપ ને ‘વિનાયકી’ ના નામ થી ઓળખવામાં આવે છે.

ધર્મોત્તર પુરાણ માં વિનાયકી ના આ રૂપ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આની સિવાય વન દુર્ગા ઉપનિષદ માં પણ ગણેશજી ના સ્ત્રી રૂપ નો ઉલ્લેખ કરેલો છે. જેને ગણેશ્વરી નું નામ આપવામાં આવ્યું છે.

એટલું જ નહિ મત્સ્ય પુરાણ માં પણ ગણેશજી ના આ સ્ત્રી રૂપ નું વર્ણન પ્રાપ્ત થાય છે. કેમ કર્યું સ્ત્રી રૂપ ધારણ? કેવી રીતે ગણેશજી એ સ્ત્રી રૂપ ધારણ કર્યું? એની પાછળ ઉદેશ્ય શું હતો? એવું શું થયું કે એને સ્ત્રી રૂપ લેવું પડ્યું? એની કહાની ઘણી રોચક છે,

જે માતા પાર્વતી તેમજ અંધક નામ ના દૈત્ય સાથે જોડાયેલી છે. કથા ની અનુસાર એક વાર અંધક નામના દૈત્ય માતા પાર્વતી ને એમની અર્ધાગીની બનાવવા માટે ઈચ્છુક થયો. એમની આ ઈચ્છા ને પૂરી કરવા માટે એને જબરદસ્તી માતા પાર્વતી ને એમની પત્ની બનાવવાની કોશિશ કરી,

પરંતુ માં પાર્વતી એ મદદ માટે એમના પતિ શિવજી ને બોલાવ્યા. એમની પત્ની ને દૈત્ય થી બચાવવા માટે ભગવાન શિવ એ એમનું ત્રિશુલ ઉઠાવ્યું અને રાક્ષસ ની આરપાર કરી દીધું. પરંતુ તે રાક્ષસ મર્યો નહિ,

પરંતુ જેવી રીતે એને ત્રિશુલ લાગ્યું તો એને લોહી ના એક એક ટીપાં એક રાક્ષસી ;અંધકા’ માં બદલતા ગયા. ભગવાન ને લાગ્યું જે જો એને હંમેશા માટે મારવો હોય તો એના લોહી ના ટીપાં ને જમીન પર પડવાથી રોકવા પડશે.

ક્યારે લીધું ગણેશજી એ સ્ત્રી રૂપ આ અંધક ના લોહી ને ખતમ કરવું સંભવ નહિ થઇ રહ્યું હતું. આખરે ગણેશજી એમના સ્ત્રી રૂપ ‘વિનાયકી’ માં પ્રકટ થયા અને એમણે અંધક નું બધું લોહી પી લીધું.

આ પ્રકારથી દેવતાઓ માટે અંધકા નો સર્વનાશ કરવો સંભવ થઇ શક્યો. ગણેશજી ના વિનાયકી રૂપ ને સૌથી પહેલા ૧૬ મી સદી માં ઓળખવામાં આવ્યા. એનું આ સ્વરૂપ હુબહુ માતા પાર્વતી જેવું પ્રતીત થાય છે, અંતર માત્ર માથા નું છે જે ગણેશજી ની જેમ જ ‘હાથી ના માથા’ થી બનેલું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer