આજે અમે તમને એક એવી પૌરાણિક બાળકની કથા જણાવીશું જેણે માં ના ઘરભ માં જન્મ જન્મ નહોતો લીધો પરંતુ તેને આકાર આપીને બનાવામાં આવ્યા હતા. સાથે જ તેને જન્મતાની સાથે જ યુદ્ધ પણ કર્યું હતું. અને દેવતાની તાકાતવર સેનાને પણ ધૂળ ચટાડી હતી તો ચાલો જાણીએ તે બાળક વિશે. હકીકતમાં એ બાળક છે ગણેશ. ગણેશનો જન્મ દેવી પાર્વતીના ગર્ભમાં નહોતો થયો. પરંતુ પાર્વતી જી એ પોતાની શક્તિ થી તેનું નિર્માણ કર્યું હતું. તેની સાથે સંકળાયેલી એક પ્રચલિત કથા છે જે આ મુજબ છે.
જન્મ કથા:
કથા અનુસાર એકવાર શિવજીના ગણ નંદી એ માતા પાર્વતીના આજ્ઞા પાલનમાં ભૂલ કરી દીધી અને તેનાથી દુખી થઈને માતા પાર્વતીએ ખુદ એક બાળક નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો. માતા પાર્વતીએ પોતાના શરીરના મેલ અને ઉબટન દ્વારા એક પીંડ બનાવ્યો અને પોતાની શક્તિથી તેમાં પ્રાણ ઉમેર્યા માતા પાર્વતીએ તેને કહ્યું કે તું મારો પુત્ર છો, અને તારું નામ ગણેશ છે. તારે ફક્ત મારી આજ્ઞાનું પાલન કરવાનું બીજા કોઈની નહિ. હવે હું સ્નાન કરવા અંદર જઈ રહી છું ધ્યાન રાખજે જ્યાં સુધી હું નાહીને બહાર ના આવું ત્યાં સુધી કોઈ ભવનની અંદર ના આવે.
જન્મ લેતાની સાથે જ કર્યું હતું યુદ્ધ અને શિવ સેનાને આપી હતી માત:
પુત્ર ગણેશને આવી આજ્ઞા આપી માતા પાર્વતી સ્નાન કરવા ભવનની અંદર ચાલ્યા ગયા અને પુત્ર ગણેશ ત્યાં જ ભવનની પહેરેદારી કરી રહ્યા હતા. થોડા સમય પછી ત્યાં ભગવાન શિવ આવ્યા અને પાર્વતીના ભવનમાં જવા લાગ્યા. તે જોઇને બાળકે વિનયપૂર્વક તેમને રોક્યા અને કહ્યું તમે અંદર નહિ જઈ શકો. આ સાંભળીને ભગવાન શિવ ક્રોધિત થઇ ગયા, પહેલા તો તેમણે બાળકને સમજાવ્યો જયારે બાળક ગણેશ ના માન્યા તો તેમણે નંદી અને તેના ગણો ને એ બાળકને ત્યાંથી દુર કરવાનો આદેશ આપ્યો. પરંતુ બાળક ગણેશે શિવ સેનાના મોટા મોટા યોધ્ધાઓને પરાજિત કર્યા. તેનાથી ક્રોધિત થઈને ભગવાન શિવે એ જીદ્દી બાળકનું માથું ધડ થી અલગ કરી નાખ્યું અને ભગવાન અંદર ચાલ્યા ગયા.
ભગવાન શિવ ને ક્રોધિત જોઈ માતા પાર્વતીએ તેમને ક્રોધિત થવાનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાન શિવે તેને બધીજ વાત કરી. આ સાંભળી પાર્વતી ગુસ્સે થઇ અને વિલાપ કરવા લાગી, તેમની ક્રોધાગનીથી આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. ત્યારે દરેક દેવતાઓએ મળીને તેની સ્તુતિ કરી અને બાળકને પુનર્જીવિત કરવા માટે કહ્યું. ત્યારે પાર્વતીને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવે એક હાથી ના બાળકનું માંથું કાપીને એ બાળકના ધડ સાથે જોડી દીધું. ભગવાન શિવજી તેમજ દેવતાઓ તે ગજમુખ બાળકને ખુબ જ આશીર્વાદ આપ્યા. દેવતાઓ એ ગણેશ, ગણપતિ, વિનાયક, વિઘ્નહરતા, પ્રથમ પૂજનીય વગેરે જેવા ઘણા નામોથી એ બાળકની સ્તુતિ કરી. આવી રીતે ભગવાન ગણેશજીનો જન્મ થયો.