ગણેશજીના લગ્ન પાછળની આ કથા મોટા ભાગના લોકો નહિ જાણતા હોય, જાણો કેવી રીતે થયા હતા લગ્ન…

ભગવાન ગણેશ દરેક દેવતાઓમાં પ્રથ પૂજનીય માનવામાં આવે છે. ગણેશજી ના લગ્ન સમયની પુરાણોમાં એક કથા ખુબજ પ્રચલિત છે. અને એ કથા અનુસાર ગણેશજીના રૂપ ના કારણે કોઈ પણ કન્યા તેની સાથે લગ્ન માટે તૈયાર નહોતી થતી.

આ વાતથી ભગવાન ગણેશ ખુબજ ચિંતામાં રહેતા હતા, અને જયારે પણ કોઈ દેવતાઓના લગ્ન થતા ત્યારે ગણેશજીનો ઉંદર દરેક વખતે મંડપ ખોખલા કરી દેતો હતો અને આ વાતથી બધાજ દેવતાઓ ખુબજ પરેશાન હતા,

તેથી દરેકે આ બાબતે વિચાર કરી પોત પોતાના વિચારો રજુ કર્યા હતા. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે બધાજ દેવતાઓ માતા પાર્વતી અને ભગવાન શિવજી પાસે પહોચ્યા. દરેક દેવતાઓની વાત સાંભળી તેમણે તેને બ્રહ્માજીની પાસે જવાની સલાહ આપી.

બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યા સાંભળ્યા પછી પોતાના યોગબળ અને બુદ્ધિથી બે કન્યાઓ રીધ્ધી અને સિદ્ધિ પ્રગટ કરી, અને આ બંને કન્યાઓ બ્રહ્માજીએ ભગવાન ગણેશજીને આપી.

ત્યાર બાદ દરેક દેવતાઓએ બ્ર્હામાંજી નો આભાર માન્યો. જયારે પણ ઉંદર ભગવાન ગણેશજીને કોઈ દેવતાના લગ્નની માહિતી આપવા આવે ત્યારે રીધ્ધી અને સિદ્ધિ તેને વ્યસ્ત રાખે

જેથી ગણેશજીનું ધ્યાન ભટકી જાય અને જયારે ગણેશજીને આ વાત ની ખબર પડી ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો. જેથી તેઓ ક્રોધિત થઇ ગયા અને ગણેશજી રીધ્ધી સિદ્ધિને લઈને બ્રહ્માજી પાસે ગયા

ત્યારે બ્રહ્માજીએ તેની સામે લગ્નો પ્રસ્તાવ રાખ્યો. અને આવી રીતે ગણેશજીના લગ્ન સંભવ થયા અને દરેક દેવતાઓની સમસ્યાનું સમાધાન આવી ગયું. લગ્ન પછી ગણપતિને બે પુત્ર થયા અને તેમના નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer