ગણેશ ચતુર્થી એટલે પાવન પર્વ ગણેશજીની સાધનામાં ડૂબી જવાનો. ગણપતિજીને બુદ્ધિના દાતા માનવામાં આવે છે. આ દિવસે ગણેશ સાધના કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે. મહારાષ્ટ્રમાં ગણપતિની મૂર્તિઓને ઘરમાં સ્થાપિત કરવાનું મહત્વ છે જો કે હવે તો ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવને મનાવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શન કરવાથી દોષ થાય છે જો કે આ અંગે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવે તો માન સન્માન ઘટી જાય છે. સમગ્ર સૃષ્ટીના પાલનહારમાં એવી તાકાત રહેલી છે કે તમામ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. કલંક ચતુર્થી પર ચંદ્રમાની કેટલીક નકારાત્મક કિરણ પૃથ્વી પર પડે છે અને જીવનમા ઉથલ પાથલ મચે છે. ચંદ્રમાની રાશિઓ ચંદ્ર ગ્રહણ કે કલંક ચતુર્થી પર દૂષિત થાય છે. આ બંને સમય એવા છે જેમાં ચંદ્ર દર્શન કરવાને નિષેધ માનવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે ભૂલથી પણ ચંદ્રમાના દર્શન કર્યા તો લાગશે લાંછન.
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણએ ચંદ્ર દર્શન કરતા તેમના પર મણી ચોરવાનો આરોપ લાગ્યો હતો, ગણેશજી ખુબજ દયાવાન છે આથી તેમની સામે નત મસ્તક થઈ ૐ ગં ગણપતયે નમ: નો પાઠ કરવો. ગણેશજીની પ્રતિમાને લાલ આસન પર સ્થાપિત કરો દૂર્વા ચડાવી તેમની પૂજા કરો અને ભાવથી તેમને લાડૂનો પ્રસાદ ધરાવો.
ગણપતિનું આહ્વાહન કરો ૐ ગણેશાય નમ: નો જાપ કરીને સ્થાપિત કરો અને બાપ્પાને વિનંતી કરો કે, હે પ્રભુ અમે આટલા દિવસ તમને પ્રતિષ્ઠિત કરીને વિધિ પૂર્વક પૂજા કરવા માંગીએ છીએ. તમે રિદ્ધિ-સિદ્ધિ સાથે અમારા ઘરમાં વિરાજમાન થાઓ