શું તમે જાણો છો ભગવાન ગણેશની પીઠના દર્શનને શા માટે વર્જિત માનવામાં આવે છે?

હાલ દરેક જગ્યાએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એવામાં આ દરમિયાન દરેક લોકો ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છે. તમે પણ આ વાત જનતા હશો કે દેવતાઓમાં પ્રથમ પૂજનીય ગણેશજીની પૂજા દરેક શુભ કાર્યની શરૂઆત થી પહેલા ગણેશજીની સ્મરણ કરવાથી રસ્તામાં આવતી આવનારી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને દરેક કામ પૂરા થાય છે. કહેવામાં આવે છે ભગવાન ગણેશ દરેક પ્રકારના સુખ, સિદ્ધિઓ અને સફળતાઓના દાતા માનવામાં આવે છે.

Ganpati – (The Elephant Headed God)

જે ભક્તો પર ગણેશજીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય પણ કોઇ મુશ્કેલી આવતી નથી જ્યારે ઘણા ઓછા લોકો આ વાતથી વાકેફ છે કે ભગવાન ગણેશજીની પીઠના દર્શન ભૂલથી પણ ન કરવા જોઇએ. કારણકે આમ કરવાથી જીવનમાં સમસ્યાઓ અને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. તો આજે અમે તમને જણાવીશુ કે આખરે ભગવાન ગણેશની પીઠના દર્શનને કેમ વર્જિત માનવામાં આવે છે.

ભગવાન ગણેશની પૂજા કરતા સમયે આ વાતનું ખાસ રીતે ધ્યાન રાખવું જોઇએ કે તમે તેમની પીઠના દર્શન ન કરો. કારણકે ગણપતિજીના શરીરના અવયવો પર સંપૂર્ણ રીતે બ્રહ્માંડનો વાસ હોય છે. જેથી તેમની પૂજા હંમેશા પહેલા કરવી જોઇએ, કહેવાય છે કે પૂજા દરમિયાન તેમની પરિક્રમા કરવી જોઇએ. પરંતુ પીઠના દર્શન કરવાથી બચવું જોઇએ. એવી માન્યતા છે કે ગણપતિજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે. આ કારણથી તેમની પીઠના દર્શનને શુભ માનવામાં આવતા નથી. જો ભૂલથી તેમની પીઠના દર્શન થઇ જાય તો ગણપતિ પાસે માફી માંગી તેમના મુખ દર્શન કરવાથી દોષનું નિવારણ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer