દુનિયાની સૌથી મોટી ગણેશજીની પ્રતિમા આવેલી છે અહીં, ચૌલા માટે જરૂર પડે છે ૨૫ કિલો સિંદુર અને ૧૫ કિલો ઘીની 

મધ્યપ્રદેશ ની આર્થિક રાજધાની ઇન્દોર માં ભગવાન શ્રી ગણેશ નું એક ભવ્ય મંદિર છે, આ મંદિર માં લાગેલી ગણપતિ ની પ્રતિમા સૌથી મોટી ગણેશ પ્રતિમા છે. આ મંદિર ગણેશજી ના સૌથી મોટા મંદિરો માં થી એક છે.

કેવી છે પ્રતિમા  : મંદિર માં ગણેશજી ની વિરાજિત મૂર્તિ જેની ઉંચાઈ ૨૫ ફૂટ છે. પ્રતિમા ૪ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પર વિરાજમાન છે. આ મૂર્તિ ૧૯ મી સદી ના પ્રારંભ માં બનાવવામાં આવી હતી જેને બનવામાં ત્રણ વર્ષ થી પણ વધારે સમય લાગ્યો હતો.

આ પ્રતિમા બનાવવામાં મુખ્ય તીર્થ સ્થાનો જેવા કાશી, અયોધ્યા, ઉજ્જૈન મથુરા નું પાણી અને માટી કામ માં લેવામાં આવ્યું હતું. મૂર્તિ માં સોનું, ચાંદી, તાંબુ, અષ્ટધાતુ, અને નવરત્ન વગેરે નો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.

ક્યારે બદલે છે ગણેશજીની સૌથી મોટી મૂર્તિ ની ચુંદડી: કહેવામાં આવે છે કે એક વર્ષ માં ૪ વાર ગણેશજી ની સૌથી મોટી મૂર્તિ ના ચૌલા બદલવામાં આવે છે. એટલી મોટી પ્રતિમા હોવાના કારણે ૧૫ દિવસ થી વધારે સમય ફરીથી ચૌલા ચઢાવવામાં લાગે છે.

ચૌલા માટે ૨૫ કિલો સિંદુર અને ૧૫ કિલો ઘી ની જરૂર પડે છે. ગણપતિ ના ભક્તો નું આસ્થાનું કેન્દ્ર : આ મંદિર માત્ર મધ્યપ્રદેશ જ નહિ પરંતુ ભારત ના અન્ય રાજ્યો થી પણ ભક્તો નું અનુપમ કેન્દ્ર રહ્યું છે. આ મંદિર માં મળે છે ભક્તો ની ઈચ્છાઓ ને પૂર્ણતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer