
આપણે દરેક લોકો કોઈ પણ વસ્તુ કે દુકાન કે ઓફીસ ની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ ગણેશજી ની સ્થાપના કરીએ છીએ. ગણેશજી નું પૂજન કરીને પછી જ કોઈ પણ વસ્તુની શરૂઆત કરવામાં આવે છે. ઘરમાં દેવ સ્થાનની સ્થાપના થાય ત્યારે પ્રથમ સ્થાપના ગણેશજીની થાય છે. પણ આજ કાલના જમાનામાં કેટલાક સ્વરૂપ નકારાત્મક પણ છે. તેના વિશે આજે અમે તમને જણાવી દઈએ કે કેવા પ્રકારની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ ગણેશજી ની મૂર્તિ વિશે વિસ્તારમાં..

ગણેશજીની કેવા પ્રકારની મૂર્તિ ઘરમાં ન રાખવી
- અટપટા લીટામાંથી બનાવેલા ગણેશ ન રખાય.
- સુતેલા ગણપતિ ન રખાય.
- ઉભેલા ગણપતિ અસ્થિરતાના કારક ગણાય છે.

- નૃત્ય કરતા કે વાજિંત્ર વગાડતા ગણેશ પૂજામાં ન રાખવા જોઈએ.
- આયુધ સાથે યુદ્ધમાં જતા ગણેશનું સ્વરૂપ ઘરમાં રાખવાનું નકારાત્મક ગણાય છે.
- દ્વારની એક બાજુ ગણપતિ ન રાખવી.
- વિચિત્ર મુદ્રામાં હોય તેવી મૂર્તિ ન રાખવી.
- માત્ર પૈસા કમાવાના આશયથી બનેલ મૂર્તિ પણ ન રખાય.

આ પ્રકારના ગણેશજી ની મૂર્તિ ક્યારેય પણ ઘરમાં ન રાખવી અને સ્થાપના કરતી વખતે પણ ધ્યાન રાખવું કે આવા પ્રકારના ગણેશજી ની મૂર્તિ ન હોય. આવા પ્રકારના ગણેશજી ની મૂર્તિ રાખવાથી અથવા સ્થાપિત કરવાથી કોઈ પણ શુભ કાર્ય માં વિઘન આવી શકે છે. એટલા માટે આ દરેક બાબતો વિશે જરૂર જાણ રાખવી જોઈએ.