માન્યતાઓ અનુસાર, ગણેશજીની પૂજા તમારા કાર્યમાં આવતી અડચણોને દૂર કરે છે અને સાથે જ તમારી મનોકામનાઓ પણ પુરી કરે છે. ભગવાન શિવની જેમ જ ગણેશ ભગવાન પણ ભક્તો પર તરત જ પ્રસન્ન થઈ જતાં દેવ છે. ભગવાન ગણેશની પૂજા કરવી સાવ સરળ છે. જો આ પ્રકારની વસ્તુથી એમની પૂજામાં કરવામાં આવે તો તરત જ ભાગ્યોદય થાય છે. જો તમે આ પૂજન વિધિ અનુસાર ગણેશ પૂજા કરશો તો તમને સરળતાથી તેનું ફળ મળે છે. ગણેશ પૂજામાં શ્રી ગણેશને સિંદૂર, ચંદન, યજ્ઞોપવીત, દૂર્વા, લાડુ અથવા ગોળની બનેલી મિઠાઈનો ભોગ ચઢાવો. ત્યારબાદ ધૂપ કરો અને દીવો કરીને આરતી કરો.
ગણેશ પૂજામાં ધ્યાનમાં રાખવાની બાબતો :
૧. તુલસીદળ શ્રી ગણેશને ક્યારેય ન ચઢાવું. તુલસી માળાનો પણ ઉપયોગ ન કરવો.
૨. ગણેશની મૂર્તિને બાજોટ કે આસન વગર ન મૂકવી.
૩. ગણેશજીની ઊભી મૂર્તિની પૂજા કયારે કરવી જોઈએ નહીં.
૪. ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે ન મૂકવી.
૫. જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા ન હોવા જોઈએ.
૬. ગણેશજીની પીઠના દર્શન ન કરવા જોઈએ. ગણેશજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે.
૭. ગણેશ પૂજામાં સફેદ ફૂલનો પ્રયોગ કરવો જોઈએ નહીં.
૮. સવારનો સમય શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે. જો આ સમયે પૂજન કરો તો ઉત્તમ ફળ મળે છે.
૯. ગણપતિની મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે.
૧૦. સૌથી મહત્વની વાત ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ન કરવું જોઈએ. ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી કલંક લાગે છે.
ગણેશ
પૂજનમાં આ મંત્રનો કરી લો જાપ :
प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं
ददानम्।
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं
शिवयो: शिवाय।।
प्रातर्भजाम्यभयदं खलु भक्तशोकदावानलं गणविभुं
वरकुञ्जरास्यम्।
अज्ञानकाननविनाशनहव्यवाहमुत्साहवर्धनमहं सुतमीश्वरस्य।।
અર્થ
:
હું એવા
દેવતાનું પૂજન કરું છું, જેની પૂજા
સ્વયં બ્રહ્મદેવ કરે છે. એવા દેવાત જે મનોરથ સિદ્ધિ કરનારા છે, ભય દૂર કરનારા છે, શોકનો નાશ કરનારા છે, ગુણોના નાયક છે, ગજમુખ છે, અજ્ઞાનનો નાશ કરનારા છે. હું શિવપુત્ર
શ્રી ગણેશના સુખ-સફળતાની કામનાથી ભજન-પૂજન અને સ્મરણ કરું છું.