ગણેશજીની પૂજામાં આ 11 મંત્રનો જાપ કરવો અને ઘર-પરિવારની સુખ-શાંતિ માટે ગુરૂવારના દિવસે વ્રત કરવું..

દરેક મહિલાઓ તેમના ઘર-પરિવારની સુખ-શાંતિ માટે વ્રત કરે છે. દરેક લોકો એમના ઘર પરિવાર ની ખુશી માટે બધું જ કરે છે. ચોથ તિથિએ ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે. ગણેશજીને દૂર્વા ખાસ અર્પણ કરવામાં આવે છે. દૂર્વાની જોડ બનાવીને અર્પણ કરવામાં આવે છે. 22 દૂર્વાને એક સાથે જોડવાથી 11 જોડા તૈયાર થઇ જાય છે. આ 11 જોડ ગણેશજીને અર્પણ કરવા.

  • પૂજા માટે કોઇ મંદિરના બગીચામાં ઉગેલી અથવા કોઇ સાફ જગ્યાએ ઉગેલી દૂર્વા જ લેવી જોઇએ. જે જગ્યાએ ગંદુ પાણી વહેતું હોય, તે જગ્યાની દૂર્વા ભુલથી પણ લેવી નહીં.
  • દૂર્વા અર્પણ કરતાં પહેલા સાફ પાણીથી તેને ઘોઇ લેવી જોઇએ. દૂર્વા અર્પણ કરતી સમયે ગણેશજીના 11 મંત્રનો જાપ કરવો જોઇએ.

મંત્રઃ- ऊँ गं गणपतेय नम:, ऊँ गणाधिपाय नमः, ऊँ उमापुत्राय नमः, ऊँ विघ्ननाशनाय नमः, ऊँ विनायकाय नमः, ऊँ ईशपुत्राय नमः, ऊँ सर्वसिद्धिप्रदाय नमः, ऊँएकदन्ताय नमः, ऊँ इभवक्त्राय नमः, ऊँ मूषकवाहनाय नमः, ऊँ कुमारगुरवे नमः

આ મંત્રનો જાપ કરતા શ્રીગણેશને દૂર્વાના 11 જોડા અર્પણ કરવા.

જો આ 11 મંત્ર બોલવામાં મુશ્કેલી આવતી હોય તો આ બીજા મંત્ર બોલીને દૂર્વા અર્પણ કરવા.

श्री गणेशाय नमः दूर्वांकुरान् समर्पयामि।

જો તમે આ મંત્રનો જાપ પણ યોગ્ય રીતે કરી શકતાં નથી, તો પૂર્ણ શ્રદ્ધા સાથે ગણેશજીના નામનો જાપ કરીને દૂર્વાની 3, 5 કે 11 ગાંઠ પણ અર્પણ કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer