અષ્ટ સિદ્ધિના દાતા ભગવાન ગણેશજીનો મહિમા આપણે સૌ જાણીએ છીએ દુંદાળા દેવની કૃપા હોય તો જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. પાર્વતી પુત્ર વિનાયક પોતાના ભક્તોના દુખડાઓ હરવા તત્પર હોય છે. ગણેશજીની પૂજા કરવાથી સંસારના તમામ દુ:ખો દૂર થાય છે. હિંદૂ ધર્મશાસ્ત્રો અનુસાર કળિયુગમાં ભગવાન ગણેશના ધૂમકેતુ રૂપની પૂજા કરવામાં આવે છે. દુંદાળા દેવના આ સ્વરૂપની પૂજા કરવાથી અનન્યફળની પ્રાપ્તિ થાય છે.
ગણેશજીને તલથી બનેલી સામગ્રી ધરાવવી. ચંદ્રોદય થાય પછી ગણેશજી સમક્ષ દીપક પ્રગટાવી અને ચંદ્રદેવને જળથી અર્ધ્ય આપો. ગણેશજીની પંચોપચારથી પૂજા કરવી અને આ મંત્રની એક માળા કરવી. આ મંત્રોચ્ચારથી બગડેલા કામમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે અને ખાસ વાત એ છે કે તેનું પરીણામ પણ ઝડપથી મળે છે.
જપીલો આ મંત્ર
त्रयीमयायाखिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय।
नित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय नमोस्तु
नित्यम्।
આ મંત્રજાપ કરવાથી તાત્કાલીક પરિણામની પ્રાપ્તિ થાય છે. આપણે ત્યાં દરેક શુભ કાર્યમાં પહેલા જ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશજી તમામ વિઘ્નને હરી લે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં આથી જ ભગવાન ગણેશજીને પૂજવામાં આવે છે. જો જાતક ખરા દિલથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરે તો તેને ક્યારેય સંકટ આવતું નથી.