ભગવાન ગણેશજીની સદીઓ પૂર્વેની મૂર્તિઓ ઈરાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયામાં મળી હતી

ગણેશ શાશ્વત અને અનાદિ છે. ઇતિહાસમાં પણ તે અંગેના પુરાવા મળે છે. વિશ્વભરમાં તેમની ઉપાસનાના પુરાવા 5000 વર્ષ પહેલાં મળવાનું શરૂ થાય છે. તેઓ વિવિધ સ્વરૂપે વિવિધ સંસ્કૃતિઓમાં રહેલા છે. જાપાનમાં તેમને કાંગિતેન તરીકે ઓળખવામાં આવે છે. તેમના શિલ્પો ચીન, અફઘાનિસ્તાન, ઈરાન અને મેક્સિકોની માયા સંસ્કૃતિમાં પણ મળી આવ્યા છે.

તમિલમાં ગણેશજીના પિલ્લઈ, તો તેલુગુમાં વિનાયકુડુ કહે છે

તમિળમાં ગણેશજીને વિનાયાગાર અને પિલ્લઇ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેલુગુમાં તેનું નામ વિનાયકુડૂ છે. બર્મામાં તેને પાલી મહા વિનાયક, થાઇલેન્ડમાં ફરા ફિકાનેટ કહે છે. બૌદ્ધ ધર્મમાં પણ ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર માનવ શરીરના મૂળાધાર ચક્રને ગણેશ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણ મુજબ ગણેશનો રંગ લીલો અને લાલ હોય છે.

ઈરાનના લોરીસ્તાન પ્રાંતમાં 3200 વર્ષ જુની મેટલ પ્લેટ પરની ગણેશ પ્રતિમા મળી આવી છે

પૌરાણિક કથા અને સિમ્બોલિઝમના લેખક, લાયર્ડ સ્ક્રેન્ટન દ્વારા ‘પોઇન્ટ ઓફ ઓરિજિન: ગો બ્લેકી ટાઇપ એન્ડ સ્પિરિચ્યુઅલ મોટ્રિક્સ ફોર ધ વર્લ્ડ કોસ્મોલોજી’ પુસ્તક મુજબ ઈ.સય 3000 વર્ષ પહેલાં ગણેશ પુજાનો ઉલ્લેખ મળે છે. સિંધુ ખીણ અને હડપ્પિયન સંસ્કૃતિમાં પણ ગણેશજીની મૂર્તિ મળી હતી. તો ઇરાન અને લોરિસ્તાનમાં પણ ઇ.સ. પૂર્વે 1200 પૂર્વેની ગણેશ પ્રતિમા મળી આવી છે.

અફઘાનિસ્તાનના રાજા ખિંગાલે 5મી સદીમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી

રોબર્ટ બ્રાઉનનાં પુસ્તક ‘ગણેશ: સ્ટડીઝ ઓફ એન એશિયન ગોડ’ અનુસાર, અફઘાનિસ્તાનના ઉત્તર કાબુલમાં ચોથી સદીની ગણેશજીની પ્રતિમા મળી છે. તો પખ્તીયા પ્રાંતના ગાર્ડેઝ શહેરમાં 5મી સદીની પ્રતિમા મળી હતી. આરસની આ પ્રતિમા પર ‘આ સુંદર પ્રતિમા મહાવિનાયકની છે, જે શાહી રાજા ખિંગાલે સ્થાપિત કરી હતી.’ એવું લખવામાં આવ્યું છે.

ચીનની મોગાઓ ગુફામાં 1400 વર્ષ જુના અને જાપાનમાં 1200 વર્ષ જૂના ગણેશજીના પેઇન્ટિંગ મળ્યા છે

ચીનની મોગાઓ ગુફામાં ગણેશજીના છઠ્ઠી સદીના પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે. આ બૌદ્ધ ગુફાઓ છે. તેમાં બૌદ્ધ ધર્મથી સંબંધિત હજારો પેઇન્ટિંગ્સ મળી આવ્યા છે. આ ગુફાના 25 કિમી ત્રિજ્યામાં 492 મંદિરો આવેલા છે. એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મએ અહીં ગણેશજીની પૂજા શરૂ કરી હતી. ગણપતિ ચીનથી જાપાન પણ પહોંચ્યા હતા. આ જ કારણ છે કે, જાપાનમાં 1200 વર્ષ જુની ગણેશ મૂર્તિઓ અને ચિત્રો મળી આવ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer