નમસ્તે મિત્રો, બધા લોકો જાણે જ છે કે ગણેશજીને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. એની પૂજાથી દરેક પ્રકારના વિઘ્ન અને બાધાઓ દુર થઇ જાય છે.શ્રી ગણેશ ખુબ નાના નાના ઉપાયોથી પણ પ્રસન્ન થઇ જાય છે. આપણે ગણેશજીને કોઈ પણ પ્રાથના કરીએ એટલે તરત જ તે આપણી ઈચ્છા પૂરી કરે છે.
ગણેશજીને આપણી મનોકામના કહેવાથી આપણી બધી ઈચ્છા પૂર્ણ થાય છે. આવો જાણીએ અમુક ખુબ સરળ ઉપાય જેને કરવાથી ગણેશજીની કૃપા અને આશીર્વાદ મળતા રહે છે તેમજ ધન તેમજ બુદ્ધિની અછત નથી થતી…
૧. ભગવાન ગણેશને આ દિવસે ઘી અને ગોળનો ભોગ ચઢાવો. ભોગ લગાવ્યા પછી ઘી અને ગોળ ગાયને ખવાડવું જોઈએ. એવું કરવાથી ઘરમાં ધન તેમજ ખુશીઓ આવે છે.
૨. જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે તો ઘરના મંદિરમાં સફેદ રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. એનાથી બધા પ્રકારની ખરાબ શક્તિઓ નો નાશ થાય છે.
૩. ભગવાન ગણેશને રોજ થોડા ચોખા અર્પિત કરો અને જે દિવસે વિસર્જન કરો એ દિવસે એ ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. સુરક્ષા બની રહેશે.
૪. દરરોજ સવારે સ્નાન પૂજા કરીને ગણેશજીને પાંચ દુર્વા અથવા લીલું ઘાસ અર્પિત કરો. દુર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઈએ. ચરણોમાં દુર્વા ન રાખો. દુર્વા અર્પિત કરતી વખતે આ મંત્ર બોલો ‘इदं दुर्वादलं ऊं गं गणपतये नमः।
૫. શમી ગણેશજી ને અત્યંત પ્રિય છે. શમીના અમુક પાંદડા નિયમિત ગણેશજીને અર્પિત કરો તો ઘરમાં ધન તેમજ સુખની વૃદ્ધી થાય છે.