મહાભારત આદિપર્વમાં ઉલ્લેખ છે કે વૈશામ્પયાનજી જન્મેજય ને કથાક્ર્મ માં જણાવે છે કે ઈક્ષ્વાકુ વંશ માં મહાભીશ નામનો રાજા હતો. તેમણે અશ્વમેઘ અને રાજસુય યજ્ઞ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરી. એક દિવસ બધા જ દેવતાઓ વગેરે બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા. વાયુ વેગ થી શ્રી ગંગાજી ના વસ્ત્ર એના શરીર પરથી ઉતરી ગયા. ત્યારે દરેક લોકોએ આંખો નીચી કરી લીધી, પરંતુ મહાભીશ એમણે જોતા રહ્યા. ત્યારે બ્રહ્માજીએ તેને કહ્યું કે તું મૃત્યુ લોક માં જઈશ. જે ગંગાને તું જોતો રહ્યો છો એ તને અપ્રિય કરશે. અને આ પ્રકારે તેમનો જન્મ રાજા પ્રતીપના રૂપમાં થયો.
પ્રતાપી રાજા પ્રતીપ
ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા હતા. એના તપ, રૂપ અને સૌન્દર્ય પર મોહિત થઈને ગંગા
તેના જમણી જાંઘ પર આવીને બેસી ગઈ અને કહેવા લાગી, ‘રાજન, હું તમારી સાથે લગ્ન કરવા
ઈચ્છું છું. હું જહનું ઋષિની પુત્રી ગંગા છું.’
ત્યારે રાજા પ્રતાપીએ કહ્યું, ‘હે ગંગે, તું મારા જમણા જાંઘ પર બેઠી છો, જયારે પત્ની તો વાનગી હોવી જોઈએ, જમણી જાંઘ તો પુત્રનું પ્રતિક છે તેથી હું તને મારી પુત્રવધુ ના રૂપમાં સ્વીકાર કરું છું.’ આ સાંભળીને ગંગા ત્યાંથી ચાલી ગઈ.
જયારે મહારાજા પ્રતાપીને પુત્રની પ્રાપ્તિ થઇ તો ત્યારે રાજાએ તેનું નામ શાંતનું રાખ્યું. પ્રતાપી રાજા પ્રતીપ પછી તેનો પુત્ર શાંતનું હસ્તિનાપુર નો રાજા બન્યો અને એજ શાંતનું સાથે ગંગાના લગ્ન થયા. અને ગંગા દવારા એ બનેને આઠ પુત્રો થયા. જેમાંથી ૭ ને ગંગા નદીમાં વહાવી દીધા અને આઠમાં પુત્રને પાળી પોસીને મોટો કર્યો. એમના આઠમાં પુત્રનું નામ દેવવ્રત હતું. આ દેવવ્રત જ આગળ જતા ભીષ્મ કહેવાયા.