ગંગા નદીને હિંદૂ ધર્મમાં ‘માં’ નો દરજ્જો આપવામાં આવ્યો છે. જીવનપ્રદાયિની અને મોક્ષદાયિની માં ગંગા મનુષ્યોના તમામ પાપોને ધોઇ દે છે અને તેણે સદાય સારુ આરોગ્ય રહે તે માટે વરદાન આપે છે. ગંગા નદીમાં ભક્તો સ્નાન કરવા માટે ઉમટે છે તો જાણીએ ઉત્તર ભારતના એવા શહેરો વિશે જ્યાં ગંગા નદી વહે છે.
વારાણસી : વારાણસી પણ ભારતના પવિત્ર અને ધાર્મિક શહેરોમાંથી એકછે જ્યાં દર વર્ષે મોટી સંખ્યમાં શ્રદ્ઘાળુઓ અને પર્યટકો ગંગા સ્નાન કરવા માટે પહોંચે છે. અહીંયા સાંજના સમયે થતી ગંગા આરતી લ્હાવો લેવો અદ્ભુત ગણાય છે, જેથી દેશ સિવાય વિદેશથી પણ પર્યટકો આવે છે.
ગઢમુક્તેશ્વર : જો તમે એવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો જ્યાં ગંગા દર્શન પણ થઇ જાય અને બાકીની જગ્યા જેવી ભીડ પણ ના હોય તો તમે ગઢમુક્તેશ્વર જઇ શકો છો. ઘણા લોકો આ જગ્યા વિશે નથી જાણતા એટલા માટે ભીડ પણ નથી હોતી. અહીંયા ઘણા મંદિર છે જે માતા ગંગાને સમર્પિત છે.
ઋષિકેશ : ગંગોત્રીથી લઇને સૌથી પહેલા ગંગા ઋષિકેશ પહોંચે છે અને ત્યાં પહાડોની નીચે ઉતરતી ગંગા જોઇને તમને એક અલગ અનુભવ થાય છે. ઋષિકેશમાં ગંગાનું પાણી એકદમ સાફ અને ઝડપથી વહે છે. આ સાથે જ ઉંચા-ઉંચા પહાડ પણ છે જેના કારણે મોટી સંખ્યામાં દેશભરના લોકો ફરવા માટે આવે છે. એટલું જ નહી ગંગાના પાણીમાં ઘણા પ્રકારના વૉટર સ્પોર્ટ્સ પણ થાય છે.
પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશા શહેર ઇલાહાબાદ જેમાં સંગમ નગરી પણ કહેવાય છે કેમકે ત્યાં ગંગા, યમુના અને અદ્દશ્ય સરસ્વતી નદીઓનું મિલન થાય છે. ઇલાહાબાદમાં કુંભ મેળાનું પણ આયોજન થાય છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગંગા અને સંગમમાં ડુબકી લગાવવા માટે આવે છે.
હરિદ્વાર : ઋષિકેશ પછી ગંગા પહોચે છે હરિદ્વાર. હરિદ્વાર દેશના 7 ધાર્મિક સ્થાનોમાંથી એક છે અને આ જ કારણે અહીંયા મોટી સંખ્યામાં લોકો ગંગા સ્નાન કરવા માટે આવે છે. હરિદ્વાર સ્થિત હર કી પૌડીમાં સવારે-સાંજે થનારી ગંગા આરતીનો નજારો જ અલગ હોય છે. ગંગા દશેરના દિવસે મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે અને કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પૂર્ણ્ય મળે છે.